(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા. ૧૮
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા એવા પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ ફરી એકવાર સરકાર સામે આંદોલનનું રણશિગું ફૂંકવા તત્પર બનેલ છે આવતી કાલે તેઓ પ્રતીક ઉપવાસ કરનાર છે ત્યારે તે માટે પોલીસ તંત્ર દ્વારા કોઈ મંજૂરી ન આપી આંદોલનનો કાર્યક્રમ સફળ થવા ન દેવાનો એક રીતે સરકારે નિર્દેશ આપી દીધો છે. હાર્દિક પટેલના આવતીકાલના કાર્યક્રમને કોઈપણ રીતે નિષ્ફળ બનાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ રણનીતિ ઘડી કાઢી હોવાનું જાણવા મળેલ છે.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા આવતીકાલે એક દિવસના પ્રતીક ઉપવાસ-આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સરકાર વિરુદ્ધ મોરચો માંડનાર આંદોલનકારીઓના આ કાર્યક્રમને સફળ નહીં થવા દેવા સરકાર પણ કટિબદ્ધ બની ગઈ છે. સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ અપાયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને એક દિવસના પ્રતીક ઉપવાસ કરવા પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તો બીજી તરફ મંજૂરી વગર થનારા આ આંદોલનને રોકવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ માટે સરકારની સૂચના મુજબ પોલીસ દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે.
મંજૂરી વગર ઉપવાસ આંદોલન કરનારા હાર્દિક પટેલ સામે કાયદા મુજબનો તખ્તો તૈયાર કરાયો હોવાના અહેવાલ સૂત્રો પાસેથી મળ્યાં છે. એવું મનાઈ રહ્યું છે કે આવતીકાલે પોલીસ દ્વારા હાર્દિક પટેલ અને તેનાં સાથીદારોને આંદોલન સ્થળે જતાં અટકાવાશે અને જો તેઓ કાયદો પોતાનાં હાથમાં લેવાનાં પ્રયત્નો કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. આમ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તેનાંથી બનતાં તમામ પ્રયત્નો હાથ ધરશે.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા આવતીકાલે એક દિવસના પ્રતીક ઉપવાસ-આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સરકાર વિરુદ્ધ મોરચો માંડનાર આંદોલનકારીઓના આ કાર્યક્રમને સફળ નહીં થવા દેવા સરકાર પણ કટિબદ્ધ બની ગઈ છે. સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવાના આદેશ અપાયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને એક દિવસના પ્રતીક ઉપવાસ કરવા પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તો બીજી તરફ મંજૂરી વગર થનારા આ આંદોલનને રોકવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ માટે સરકારની સૂચના મુજબ પોલીસ દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ એક્શન પ્લાન પણ તૈયાર કરાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.