National

કેન્દ્રએ હાર્દિક પટેલનું સુરક્ષા કવચ પરત ખેંચ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા હાર્દિક પટેલની સુરક્ષા સમીક્ષા કર્યા બાદ કેન્દ્ર સરકારે પરત ખેંચી છે. હાર્દિકને ૨૦૧૭માં આઇબી દ્વારા વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. ગયા વર્ષે ગુજરાતની ચુંટણીઓથી ભાજપ વિરોધી પ્રચાર અભિયાનમાં જોડાયેલા પાસના નેતાને આઠ સીઆઇએસએફના કમાન્ડોની સુરક્ષા આપવામાં આવી હતી.સૂત્રો અનુસાર આ આદેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવાયો છે અને આ પ્રકારની સૂચના સીઆઇએસએફના અધિકારીઓને પણ આપી દેવાઇ છે. વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આઇબી દ્વારા હાર્દિક પટેલની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આ પ્રકારનો નિર્ણય લીધો છે જેના રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, હવે હાર્દિકને કોઇ ખતરો નથી. આ રિપોર્ટના આધારે હાર્દિકની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી છે. જ્યારે હાર્દિકનો સંપર્ક કરાયો ત્યારે તેણે કહ્યું હતું કે, તેને આ નિર્ણય અંગે કોઇ જાણકારી અપાઇ નથી.