ભાવનગરના કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારોએ હાર્દિકની મુલાકાત લીધી

ભાવનગર, તા.પ
પાટીદાર નવનિર્માણ સેનાના અધ્યક્ષ હાર્દિક પટેલના અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ છાવણી, આજે ઉપવાસનો ૧૨મો દિવસ હોય આ હિટલરશાહી ભાજપ સરકારને ખેડૂતો તેમજ યુવાનોની કોઈપણ ચિંતા નથી. માત્ર સત્તાલાલચુ ભાજપ સામે વિજય સંકલ્પ અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ લઇને સમગ્ર દેશના લોકોમાં હાર્દિક પટેલ પ્રત્યે ખૂબ જ લાગણી ઉભરી રહી છે. સમગ્ર દેશના વિવિધ સંસ્થાઓ, સંગઠનૉ મુલાકાતે આવતા જાય છે ત્યારે જિલ્લા પંચાયત ભાવનગરના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા), ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ત્રાપજ તેમજ પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસના ઉપપ્રમુખ કિશનભાઈ મેર સહિતના મુલાકાત લીધી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts