પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલ પાછલા ૧૨ દિવસથી પાટીદાર સમાજ માટે અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણી માટે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. પરિણામે તેના સમર્થનમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વરધરા ગામે ગ્રામજનો દ્વારા રામધૂન સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં ગામના ૫૦ થી પણ વધુ કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ગામના બાબુલનાથ મહાદેવના મંદિરે રામધૂન સાથે પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં ડાયાભાઇ મંગળભાઈ પટેલ,ગલાભાઇ હીરાભાઈ પટેલ, કમલ પટેલ, રચિત પટેલ, તુષાર પટેલ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. જ્યારે ગામની મહિલાઓ ખેતી-પશુપાલન અને ઘરકામ છોડી મોટી સખ્યામાં હાજરી આપી ઉપવાસ કર્યા હતા. (તસવીર : નબીજી શેખ, વીરપુર)
Facebook
0
Twitter
0