હાર્દિકનું મેડિકલ ચેકઅપમાં વજન ઘટવાને બદલે વધ્યું !!!

અમદાવાદ,તા.૫
નિયમ પ્રમાણે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે ઉપવાસ છાવણીએ આવી પહોંચી હતી. જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા હાર્દિક પટેલનું મેડિકલ તપાસ કરી હતી. જેમાં ડોક્ટરોએ હાર્દિકના પલ્સ, કિડની અને વજનની તપાસ કરી હતી. આજે સવારે વજન ૬૬ કિલો નોંધવામાં આવ્યું છે. જોકે, ગઇ કાલે મંગળવારે તેનું વજન ૫૮.૩ કિલો માપવામાં આવ્યું હતું. આમ આજે હાર્દિક પટેલના વજનમા મોટો વધારો જોવા મળ્યો હતો. આટલું જ નહીં મંગળવારે માપવામાં આવેલા વજનમાં હાર્દિક પટેલનું વજન ૬૫ કિલો જેટલું થયું હતું. આમ હાર્દિક પટેલના વજનમાં આવતા મોટા તફાવત સોલા સિવિલ મેડિકલ ટીમ માટે મોટા પ્રશ્ન ઉભા કરે છે. જોકે ડોક્ટરે હાર્દિક પટેલને મેડિકલ સારવાર લેવી જોઇએ અને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. હાર્દિક પટેલે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે ત્યારબાદ કાંટાનું ચેકિંગ કરાતા તેમાં એર આવી જવાની વાત સામે આવી હતી. જેને કારણે ઘટવાને બદલે વજન વધુ દેખાતું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts