
અહમદઆબાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે રપમી ડિસેમ્બરથી શરૂ થયેલો કાર્નિવલ આ વખતે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કારણ કે આ વર્ષે યુનેસ્કોએ અહમદઆબાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપતા કાંકરિયા કાર્નિવલને પણ હેરિટેજ થીમ સાથે ઉજવવાનું નક્કી કર્યું છે. કાર્નિવલમાં શહેરની શોભા સમાન પ્રવેશદ્વારો અને ત્રણ દરવાજાની પ્રતિકૃતિ તો મુલાકાતીઓનું મન મોહી જ રહી છે સાથે સાથે પ્રદર્શનમાં મૂકાયેલી હેરિટેજ અને ઐતિહાસિક સ્થાપત્યોની તસવીરો તથા જૂના અહમદઆબાદ શહેરની તસવીરોએ તો ભારે આકર્ષણ જમાવ્યું છે.
Facebook
0
Twitter
0