હરિયાણાના ભાજપા નેતાએ ૩૦ મિનિટ સુધી એમ્બ્યુલન્સને રોકી રાખતાં દર્દીનું મોત

(એજન્સી) નવી દિલ્હી,તા.૭
બે દિવસ અગાઉ હરિયાણામાં બીજેપી અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્રએ આઈએએસની પુત્રી વર્ળિકા કંુડૂનો ૭ કિલોમીટર સુધી પીછો કરવાને આરોપે ધરપકડ કરવામાં આવી હતી જયારે હવે હરિયાણામાં જ એ પણ બી.જે.પી.નેતા દર્શન નાગપાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. શનિવારની સાંજે નાગપાલની કારથી એમ્બ્યુલન્સ દ્વારા સામાન્ય ટકકર લાગતા રોડ પર હોબાળો મચાવ્યો હતો અને એમ્બ્યુલન્સને રસ્તા પર જ અડધા કલાક સુધી રોકી રાખી કારના નુકસાનનું વળતર માગ્યું સમયસર એમ્બ્યુલન્સ હોસ્પિટલ ન પહોંચતા દર્દી નવીન સોનીનું એમ્બ્યુલન્સમાં જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે નવીન સોનીનાં મોટાભાઈ સીતારામ સોનીએ પોલીસ સ્ટેશનમાં બી.જે.પી. નેતા નાગપાલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. પરંતુ નાગપાલે તમામ આરોપો નકાર્યા હતા. સીતારામ સોની સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે જયારે અમે મારાભાઈને લઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોકટરે તેમને મૃત ઘોષિત કર્યા એ પરિસ્થિતિ અમારા માટે આઘાતજનક બની ગઈ હતી. ડોકટરે અમને કયું કે તમે તમારા ભાઈને ૧પ મિનિટ પહેલા અહીં લઈ આવ્યા હોત તો અમે તેઓને બચાવી શકતા, પરંતુ અડધો કલાક તો અમારો રસ્તામાં જ ખરાબ થઈ ગયો હતો જયારે નાગપાલે આ તમામ આરોપો નકારતા એમ્બ્યુલન્સને ન રોકવાનો અને સેવામાં માનતા હોવાનો દાવો કર્યો હતો. પ્રધાને કહ્યું કે હું તો સેવા કરવામાં માનુ છું મેં એમ્બ્યુલન્સને અટકાવી ન હતી અને એ એમ્બ્યુલન્સ કબજા વગરની હતી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારી જગદીશ ચંદ્રાએ જણાવ્યું કે સોનીના પરિવારે બીજેપી નેતા નાગપાલ વિરુધ્ધ અડધા કલાક સુધી એમ્બ્યુલન્સ રોકી રાખવાનો આરોપ લગાવી ફરિયાદ લખાવી છે. પોલીસે તપાસ માટે બંને પક્ષોને બોલાવ્યા છે હાલ આ મુદ્દે વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks