ડેરા હિંસા : હરિયાણા પોલીસે મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી, હનીપ્રીત ટોચ પર

(એજન્સી) ચંદીગઢ, તા. ૧૮
બે સાધ્વી પર બળાત્કારના કેસમાં ડેરા ચીફ રામ રહીમને ૨૦ વર્ષની જેલની સજા મળ્યાં બાદ સમગ્ર હરિયાણામાં થયેલી હિંસાના મામલે રાજ્ય પોલીસે મોસ્ટ વોન્ટેડની એક યાદી જાહેર કરી છે જેમાં રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રિતી ઈંસાને ટોચના ક્રમે રાખવામાં આવી છે. હરિયાણા પોલીસે ૪૩ લોકોની યાદી જાહેર કરી. આ આરોપીઓની માહિતી આપવાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ડેરા સચ્ચા સોદાના પ્રવક્તા આદિત્ય ઈંસાને પણ મોસ્ટ વોન્ટેડની યાદીમાં રાખવામાં આવ્યાં છે. હનીપ્રિતની શોધખોળ માટે તો લુકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર હનીપ્રિત નેપાળ ભાગી ગઈ છે. પોલીસે તેની શોધખોળ માટે સરહદી જિલ્લાઓમાં ગતિવિધી તેજ કરી છે. એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે યુપી, બિહાર અને રાજસ્થાન પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રોએ કહ્યુંમ કે અમને હનીપ્રિતના ગુપ્ત ઠેકાણાની કડીઓ મળી છે અને તેની પર કામ ચાલી રહ્યું છે. ૪૩ આરોપીઓની તસવીર જારી કરતાં પોલીસે કહ્યું કે આ આરોપીઓની અંગેની જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. રામ રહીમને જ્યારે પંચકુલાની સીબીઆઈ કોર્ટમાંથી રોહતકની સુનારીયા જેલમાં લઈ જવામાં આવ્યાં ત્યારે હનીપ્રિત પણ તેની સાથે હેલિકોપ્ટરમાં હતી. આમાંથી કેટલાક આરોપીઓની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts