જૂનાગઢ : સાબલપુર ફાટક પાસેથી હથિયારો સાથે ૩ ઈસમો ઝડપાયા

જૂનાગઢ, તા.ર
જૂનાગઢ રેન્જ આઈજી ડૉ.રાજકુમાર પાંડિયન તથા જિલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુનાઓ થતાં અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ધોરાજી ચોકડી પાસે સાબલપુર નજીકથી એક કારમાંથી ૩ શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લઈં તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે એસઓજી પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે ટીમ વોચમાં હતી. દરમ્યાન જૂનાગઢ-ધોરાજી ચોકડી પાસે સાબલપુર રેલવે ફાટક તરફથી આવી રહેલી કારને રોકી ચેક કરી હતી. ચેકીંગમાં કારમાં બેઠેલા હુસેન અલારખા સાંધ (રહે. રવની તા.વંથલી) પાસેથી દેશી બનાવટની પિસ્ટલ -૧ તેમજ ૩ જીવતાં કાર્ટિઝ મળી આવ્યા હતા. તેના સાગરિતો સલીમ હબીબભાઈ સાંધ (રહે. રવની) પાસેથી દેશી બનાવટનો તમંચો સાથે એક કાર્ટિઝ અને આમદ હાસમભાઈ સાંધ (રહે. રવની) પાસેથી છરી મળી આવી હતી. એસઓજીએ ૩ પાસેથી કુલ રૂા.પ,૩૩,૩૩૦નો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ સ્ટેશનને સુપરત કર્યા હતા. આ કાર્યવાહીમાં જે.એમ. વાળા, એ.પી.ડોડીયા, આર.વી.વ્યાસ, એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઈ, વી.કે.ચાવડા, કરશનભાઈ, મહેન્દ્રભાઈ અનિરૂધ્ધસિંહ, રાજેશભાઈ, લખમણભાઈ, બાબુભાઈ, સંજયભાઈ વગેરેએ કામગીરી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts