Gujarat

સુરતમાં વ્હોરા સમાજના અગ્રણી પર જમીન વિવાદ મુદ્દે હથિયારોથી હુમલો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
શહેર પોલીસ કમિશનર સતિષ શર્માના રાજમાં ગુનેગારો લાંબા સમય બાદ ફરી બેખોફ બન્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. સુરતના મુસ્લિમ સમાજના ભાજપના અગ્રણી કાદર વાડીવાળાને ખંડણી માટે અંડરવર્લ્ડના ટપોરીઓ દ્વારા અપાયેલી ધમકી બાદ શહેરના વ્હોરા સમાજના બિલ્ડર બદરી લેસવાળા ઉપર નાની બેગમવાડી પાસે આવેલી કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં તેમના જ ઘર પાસે જ સાતેક લોકોએ આવીને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચાવી જવા પામી છે.હુમલો કરનારે વ્હોરા સમાજના અગ્રણી પાસેથી રૂા.૫ કરોડની ખંડણી માગી હતી. જેના અનુસંધાનમાં હુમલો થયો હોવાનું મનાઇ રહ્યું છે. વ્હોરા સમાજના અગ્રણીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત હાલ સુધારા જનક હોવાનું જાણવા મળે છે. જોકે ઘટના બાદ વ્હોરા સમાજના અગ્રણીઓ સહિતનાઓ માટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વ્હોરા સમાજના ધર્મગુરૂના સૌથી નજીકના ગણાતા બદરી લેસવાળા ઉપર રવિવારે મોડી સાંજે તેના ઘર પાસે ટ્રસ્ટની જમીન વિવાદમાં માથાભારે વસીમ બિલ્લાએ રૂા.પાંચ કરોડની ખંડણીની માંગણી કરી સાગરીતો સાથે તિક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયો છે. આ ઘટનાના વ્હોરા સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બદરી લેસવાળાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ અંગેની જાણ થતા પીઆઈ વી.જે.ચૌધરી સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચીને વસીમ બિલ્લા, સહિતનાઓ સામે ગુનો દાખલ કર્યો છે. બદરી લેસવાળા પર હુમલો કરનાર વસીમ બિલ્લાનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિથી ખરડાયેલો છે. અગાઉ નાણાંકીય વિવાદમાં સગરામપુરા ટપાલ મંડપ પાસે આરીફ સુરતી ઉપર તેના સાગરીત સાથે ફાયરિંગ પણ તેણે કર્યું હતું. જોકે આ ઘટનામાં આરીફ સુરતીનું પણ નામ આરોપી તરીકે ફરિયાદમાં દર્જ થવા પામ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.