ત્રણ દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવા પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડમાં યુવાને હાથનો અંગુઠો ગુમાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં બેસતા પાથરણાવાળાઓના  પ્રશ્નોનો હજી સુધી નિવેડો ન લવાતા અસંખ્ય પાથરણાવાળાઓ બેકાર થઈ ગયા છે. એકાદ ટંકનું મળી રહે તે હેતુથી પાથરણાવાળાઓ હાલ રોજેરોજ ઉચાટજીવે આવીને સામાન લઈ ઉભા રહે છે અને જેવી દબાણની ગાડી કે પોલીસનો કાફલો આવે કે તુરત જ થેલો ભરી નાસવા લાગે છે આમ મ્યુનિસિપલ તંત્રએ ગરીબ પાથરણાવાળાઓને લટકતા રાખી તેમના ધંધા છીનવી લીધા છે. એ જ રીતે ગુરૂવારના રોજ પણ પાથરણાવાળા થેલા ભરી ધંધો કરવા ઉભા હતા. ત્યાં જ પોલીસે આવી લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઈ હતી. આ દરમ્યાન મચ્છી માર્કેટ ત્રણ દરવાજા ખાતે રહેતા  બાબુલહુસેન તાહીરહુસેન નામના ૩૭ વર્ષના શખ્સને ભાગવા જતા રિક્ષા સાથે ટકરાવાથી જમણા હાથનો અંગુઠો ઉપરથી કપાઈ ગયો હતો. ત્રણ દરવાજા વિસ્તારમાં દબાણ હટાવાયા ત્યારની તસવીર જયારે બાીજી તસવીરમાં અંગુઠો ગુમાવનાર  બાબુલહુસેન તથા ઈન્સેટ તસવીરમાં તેમનો કપાયેલો અંગુઠો જોઈ શકાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks