ચારિત્ર ઉપર શંકા રાખી પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૯
ડુમસના ગવિયર ગામમાં એક વખારમાં કામ કતા દંપતિ પૈકી પતિએ પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખી, તેણીના શરીર ઉપર દામ આપી તથા દાંતરડાથી માથામાં ઘા ઝીંકી તેણીની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નિરેશ બાબર ચૌધરી અને પત્ની કુસુમ બેન (ઉ. વ. ૪૦) દશેક દિવસ પહેલા ગવિયર ગામમાં આવેલા સંજયભાઇ પટેલની લાકડાની વખારમાં મજૂરી કામ કરવા માટે આવેલા અને ત્યાંજ છાપરાના રૂમમાં રહેતા હતા. આ દરમિયાન આરોપી નિરેશ પત્ની કુસુમના ચારિત્ર્‌ય ઉપર શંકારાખી બે દિવસથી તેણી સાથે ઝઘડો કરતો હતો. એટલું જ નહીં, તેણે એટલી હદે નિર્દયતા દાખવી કે પત્નીને શરીરના જાંઘ- ગળા- પગ ઉપર ડામ આપ્યા હતા. ગઇ કાલે સાંજે પણ તેણીને મારામારી માથામાં લાકડાના ફટકા તથા દાંતરડાના ઘા ઝીંકી તેણીની હત્યા કરી નાંખી હતી. ઘટના અંગે ફબર પડતા ડુમસ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks