પેટલાદમાં યુવાનની લાશ મળી : હત્યાની આશંકા

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાના ખડોલ હ ગામે ગતરાત્રીના સુમારે ઘરેથી ચ્હા-મોરસ લેેવા માટે દુકાને જવા નીકળેલા યુવાનનો મૃતદેહ આજે સવારે મળી આવતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે ગ્રામજનોમાં યુવકના મૃત્યુને લઈને અનેક તર્ક વીતર્ક સાથે હત્યાની આશંકા સેવાઈ રહી છે. જો કે પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનુ સાચુ કારણ જાણી શકાશે. મળતી વીગતો અનુસાર ખડોલ હ ગામે રહેતા રમેશભાઈ સોલંકી ઉ.વ.૩પ ગતરાત્રીના સુમારે નજીકમાં આવેલી દુકાને ચ્હા-મોરસ લેવા માટે જવા નીકળ્યાં હતાં. પરંતુ ત્યારબાદ તેઓ પરત નહીં આવી કયાંક ગુમ થઈ ગયાં હતાં. જેથીઓના પરીવારજનોએ તેઓની શોધખોળ હાથ ધરી હતી. દરમીયાન આજે સવારે ગામની સીમ વીસ્તારમાંથી રમેશભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવતાં ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં અને પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડયો હતો. જો કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર મૃતક યુવાનના કાનમાંથી લોહી નીકળતું હતું અને તેનું ગળુ દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યકત કરી હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks