હત્યા પહેલાં બે બાળકોએ બાથરૂમમાં કંડક્ટર અશોકને જોયો હતો

(એજન્સી) ગુડગાંવ, તા.૧ર
રયાન ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રદ્યુમ્ન મર્ડર કેસમાં ધારા ૧૬૪ હેઠળ બે બાળકોના નિવેદન નોંધ્યા છે. બન્ને બાળકોએ મેજિસ્ટ્રેટ અને એસઆઈટી ટીમના સામે જણાવ્યું કે, તેમને કંડકટર અશોકને ઘટના પહેલાં બાથરૂમમાં જોયો હતો. આ મામલે પોલીસને કેટલીક અન્ય જાણકારી મળી છે. બાળકોના નિવેદન અનુસાર તે સમયે શાળાના ટોયલેટમાં કુલ ત્રણ બાળકો હતા. પ્રદ્યુમ્નની હત્યા પહેલાં ત્રણેય બાળકોએ કંડકટર અશોકને ટોયલેટની અંદર જોયા હતા. હકીકતમાં આ ત્રણેય બાળકો પોતાનો તાઈકવાંડો ડ્રેસ બદલવા માટે ત્યાં આવ્યા હતા. બાળકોએ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે, તે સમયે એક માળી પણ ટોયલેટની અંદર હતો તેણે પણ અશોકને ટોયલેટની અંદર જોયો હતો ત્યારબાદ ચારેય ટોયલેટની બહાર આવ્યા હતા. આ વચ્ચે તક જોઈને તે સમયે અશોકે બાળકની હત્યા કરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી બસ કંડકટર અશોકના ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ લેવાયા બાદ તેને સોહાના કોર્ટમાં હાજર કરવામાં આવ્યો જ્યાંથી તેને ૧૮ સપ્ટેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં લેવામાં આવ્યો છે. સોહના કોર્ટમાં હાજર કરવા માટે લાવવામાં આવેલા આરોપી અશોક પર લોકો રોષે ભરાયા હતા અને તેને મારવાના પ્રયાસો વચ્ચે હોબાળો થયો હતો. આ વચ્ચે રયાન ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ડ્રાઈવર સૌરભ રાઘવે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે, હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ ચાકુ ટુલકીટનો ભાગ નથી. તેણે જણાવ્યું કે તેની બસની ટુલકીટમાં ચાકુ ન હતું. ટુલકીટમાં ચાકુ હોવાની વાત કહેવા માટે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી તેના પર દબાણ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે ઘટના બાદ તેણે અશોકના શર્ટ પર લોહીના ડાઘ જોયા હતા. જ્યારે તેણે આ અંગે અશોકને પૂછયું તો તેણે કહ્યું કે તે લોહીલુહાણ પ્રદ્યુમ્નને કાર સુધી લઈ ગયો હતો. આ કારણે તેના શર્ટ પર લોહીના ડાઘ પડ્યા હતા. સૌરભે જણાવ્યું કે, અશોકને અનેકવાર શાળાનું ટોયલેટ ઉપયોગમાં લેવા અંગે ના પાડવામાં આવી હતી છતાં તે ટોયલેટનો ઉપયોગ કરતો હતો. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે ગુડગાંવના રયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં ૭ વર્ષીય પ્રદ્યુમ્નની હત્યા કરવામાં આવી અને તેનો આરોપ સ્કૂલ બસના કંડક્ટર અશોક પર લાગ્યો હતો. તેણે પોલીસ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks