(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૪
પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ બેંગ્લુરૂંની એક અદાલતમાં એક એડિશનલ આરોપપત્ર દાખલ કર્યો છે અને હિન્દુ સંગઠન સનાતન સંસ્થા પર આરોપ લગાવ્યો છે. વિશેષ તપાસ ટીમે પ્રધાન નાગરિક અને સત્ર અદાલતમાં શુક્રવારે નવ હજાર પ૩પ પાનાનો આરોપપત્ર દાખલ કર્યો છે. આરોપપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સનાતન સંસ્થાની અંદર એક નેટવર્કે ગોરી લંકેશને નિશાન બનાવ્યા હતા. તેમાં આ પણ જણાવવામાં આવ્યું છે કે, ગોરીની હત્યાનું ષડયંત્ર પાંચ વર્ષથી રચવામાં આવી રહ્યું હતું, વિશેષ જાહેર વકીલ એસ.બાલને જણાવ્યું કે, મૃતક અને આરોપીની વચ્ચે અંગત અથવા અન્ય કોઈ ઝઘડો ન હતો. તેમને એટલા માટે મારવામાં આવ્યા. કેમ કે તેઓ એક ખાસ વિચારધારાને માનતા હતા. તે વિશે બોલતા અને લખતા હતા. એટલા માટે તે કોઈ વિચારધારા અને કોઈ સંગઠન હશે. સમાચાર એજન્સી અનુસાર વિશેષ તપાસ ટીમે આ મામલાની તપાસ આગળ પણ જારી રાખવાની પરવાનગી માંગી. આ પહેલાં મેમાં તપાસ ટીમે આ કેસમાં પ્રથમ આરોપપત્ર દાખલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ડાબેરી સમર્થક અને હિન્દુત્વ વિચારો માટે જાણીતી આ પપ વર્ષીય લંકેશની પાછલા વર્ષે પાંચ સપ્ટેમ્બરના દિવસે તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જેનાથી સંપૂર્ણ દેશમાં રોષ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ સિદ્ધારમૈયા સરકારે કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું કે, આ કેસમાં અત્યારસુધી શૂટર પરશુરામ વાઘમારે અને હત્યાના માસ્ટરમાઈન્ડ અમોલ કાલે, સુજીતકુમાર ઉર્ફે પ્રવીણ અને અમિત દેવવેકર સહિત ૧૮ લોકો આરોપી છે. આ ગેંગ પર બુદ્ધિજીવિઓ એમ.એમ. કલબુર્ગી, નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યામાં સામેલ હોવાની પણ શંકા છે.