(એજન્સી) તા.૧૦
બિલાલ અબ્દુલ કરીમ એક અમેરિકી પત્રકાર છે અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર પણ છે. છેલ્લે ૨૦૧૨થી સીરિયામાં બળવાખોરોના નિયંત્રણ હેઠળના વિસ્તારમાંથી રિપોર્ટિંગ કરવા માટે તે જાણીતા છે. તેમનો જન્મ ૧૯૭૦માં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં થયો હતો. જો કે, તેમની કારકિર્દી ફક્ત સીરિયાથી જ શરૂ નથી થઈ. સીરિયાનો પ્રવાસ ખેડતાં પહેલાં તે લીબિયા પણ જઈ આવ્યા છે ત્યાં પણ તેમને ફિલ્મો બનાવી છે. નાટોના બોમ્બિંગ કેમ્પેઈન દરમિયાન ૨૦૧૧માં ત્યાંની સરકારને બહાર ફેંકી દેવાઈ હતી. અબ્દુલ કરીમે લીબિયામાં તેમની વેબસાઈટ પર લખ્યું હતું કે, મેં અનેક માનનીય ઈસ્લામિક લડાકુઓ સાથે મુલાકાત કરી જેઓએ ઈસ્લામિક કાયદાની વાત કરી. ૨૦૧૨માં તેમણે સીરિયાની પ્રથમ વખત મુલાકાત લીધી હતી ત્યારે તેમણે બશ્શાર અલ અસદ વિરૂદ્ધ લડી રહેલા લડાકુઓ અને બળવાખોરોના પ્રતિકાર પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. તેમણે સીરિયામાં વિદેશી લડાકુઓ વિશે ડોક્યુમેન્ટ્રી તૈયાર કરી હતી અને ચેનલ ૪ બીબીસી પર તેને પ્રકાશિત પણ કરી હતી. જો કે, તેની સાથે ડચ પ્રોગ્રામ ન્યૂઝયર પર પણ તેને પ્રકાશિત કરાઈ હતી. સીએનએનના હાલ ગોરાનીએ તેમની બ્રાન્ડિંગ એક સ્વતંત્ર પત્રકાર તરીકે કરી હતી. અલ જઝીરાએ તેમને પર્સનાલિટી ઓફ ધી વીક તરીકે વર્ણવ્યું હતું. ૨૦૧૫માં અબ્દુલ કરીમે તેમનો પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેને સત્યનો સામનો નામ આપવામાં આવ્યો હતો. તેમાં વાસ્તવિકતા દર્શાવાઈ હતી. તેમનો પ્રથમ વીડિયો ફેસબુક પેજ પર જબાત અલ નસરા સંગઠનના લડાકુ સાથે આવ્યો હતો. તે વીડિયો ૨૦૧૫માં ઓગસ્ટ મહિનામાં બનાવાયો હતો. તેઓ આવી રીતે અનેકવાર ધારદાર વીડિયો રજૂ કરી ચૂક્યા છે. જે કટ્ટરવાદી જૂથો સાથે સંબંધિત હતા. ૨૦૧૭માં તેમણે મ્યાનમારમાં મુસ્લિમોના હત્યાકાંડ સંબંધિત રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે કાશ્મીરમાં પણ એક કાર્યકર્તાઓ ઈન્ટરવ્યુ કરીને કાશ્મીરના વિવાદ અને સંઘર્ષ વિશે પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ આવી જ રીતે ઈરાન, અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈન સહિત અનેક દેશોમાં જઈ આવ્યા છે અને ત્યાંથી રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. જો કે, ૨૦૧૬માં અમેરિકાએ સીરિયામાં પાંચ વખત ડ્રોન હવાઇ હુમલા કર્યા. ત્યારે કરીમની કાર પર હુમલો કરાયો અને બે વાર ન્યૂઝ એજન્સીના મુખ્યમથકે હુમલો કરાયો. ત્યારે તેઓ ત્યાં હાજર પણ હતા. અમેરિકાએ તેમને હિટલિસ્ટમાં સામેલ કરી દીધા હતા. તેમની વિરૂદ્ધ સીરિયામાં સ્વતંત્ર રીતે ઈન્ટરવ્યુ કરવાનો આરોપ મૂકાયો. તે કોઈ આતંકી સંગઠનને સપોર્ટ નથી કરતા છતાં અમેરિકાએ પાંચ વાર તેમના પર હુમલો કર્યો તેમ છતાં તે બચી ગયા. અમેરિકા નિર્દોષોને મારી કોઈ પુરાવા છોડવા માગતો નથી.