હવે જોકોવિક ઓલટાઇમનો હાઇએસ્ટ પેઇડ ટેનિસ સ્ટાર

ન્યુયોર્ક,તા. ૧૨
ટેનિસમાં સૌથી વધુ કમાણી કરનાર ઓલટાઇમ ટેનિસ સ્ટારની યાદીમાં સર્બિયાનો નોવાક જોકોવિક પ્રથમ સ્થાન પર છે. જોકોવિક છેલ્લા ઘણા સમયથી ફ્લોપ રહ્યો હોવા છતાં જોરદાર કમાણી કરી રહ્યો છે. પુરૂષોની ટેનિસમાં રોજર ફેડરર સૌથી લોકપ્રિય ચહેરા તરીકે ચોક્કસપણે રહ્યો છે. જો કે કમાણીના મામલે નોવાક આગળ રહ્યો છે. નોવાક જોકોવિકની કમાણી ૧૦૯.૮ મિલિયન ડોલરની આસપાસ રહી છે. જ્યારે રોજર ફેડરરની કમાણી ૧૦૭.૦૭ મિલિયન ડોલરની રહી છે. ત્રીજા સ્થાન પર રાફેલ નડાલ રહ્યો છે. સૌથી વધુ કમાણી કરનાર ટેનિસ સ્ટારની ઓલ ટાઇમ યાદીમાં એન્ડી મરે, પીટ સામ્પ્રસ, વિનસ વિલિયમ્સ, મારિયા શારાપોવા, આન્દ્રે અગાસી અને ડેવિડ ફેરર સામેલ છે. આશ્ચર્યજનક રીતે યાદીમાં પોતાના સમયમાં ટેનિસ જગતમાં ભારે લોકપ્રિયતા મેળવી લેનાર સ્ટીફન એડબર્ગ અને બોરિસ બેકરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મહિલા વર્ગમાં યાદીમાં સ્ટેફી ગ્રાફ પણ સ્થાન મેળવી શકી નથી. ન્યુયોર્કમાં રમાયેલી હાલમાં યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સૌથી મોટી ઇનામી રકમ આપવામાં આવી હતી. હાલમાં યુએસ ઓપન ટેનિસમાં વિજેતા બનેલા સિગલ્સ ખેલાડીને ૩.૭ મિલિયન ડોલરની રકમ આપવામાં આવી હતી.
સૌથી વધુ કમાણી
નોવાક જોકોવિક ૧૦૯.૮ મિલિયન ડોલર
રોજર ફેડરર ૧૦૭.૭ મિલિયન ડોલર
રાફેલ નડાલ ૮૬.૨ મિલિયન ડોલર
સેરેના વિલિયમ્સ ૮૪.૪ મિલિયન ડોલર
એન્ડી મરે ૬૦.૮ મિલિયન ડોલર
વિનસ વિલિયમ્સ ૩૭.૯ મિલિયન ડોલર
મારિયા શારાપોવા ૩૬.૫ મિલિયન ડોલર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks