હઝરત શાહેઆલમ (રહે.)ના ઉર્સનો શાનદાર પ્રારંભ

ગુજરાતના મહાન સૂફીસંત શહેનશાહે ગુજરાત હઝરત સૈયદ મુહમ્મ્દ સીરાજુદ્દીન શાહેઆલમ (રહમતુલ્લાહ અલયહ)ના ઉર્સ મુબારકની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉર્સ રરમી માર્ચ સુધી જારી રહેશે ત્યારે ઉર્સને અનુલક્ષીને દરગાહ અને સમગ્ર દરગાહ સંકુલમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે.  હઝરત શાહેઆલમ (રહમતુલ્લાહ અલયહ)ના નામથી સુવિખ્યાત આ મહાન વલીની બારગાહમાં સામાન્ય દિવસોમાં પણ અકીદતમંદોનો મેળો જામેલો રહે છે ત્યારે ઉર્સ પ્રસંગે હજારોની સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડતા હોવાથી દરગાહ ટ્રસ્ટ પોલીસ અને મ્યુનિ. તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks