રાજ્યમાં પોલીસ દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢવા મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન

અમદાવાદ, તા.૮
રાજ્યમાં અવારનવાર પોલીસ દ્વારા જુદા-જુદા પ્રકારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને પકડી જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવે છે. આવું કરતી વેળા તેમને દોરડાથી બાંધવામાં આવે છે ત્યારે પોલીસના આવા વર્તનને અમાનવીય ગણાવી આ મામલે હાઈકોર્ટમાં પિટિશન કરાઈ છે. માનવીય અધિકારોનું ગુજરાત પોલીસ હનન કરી રહી હોવાનું પણ હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે ત્યારે લોકોમાં પોલીસની સારી કામગીરીની પ્રશંસા થાય તેમજ સમાજમાં અને લોકોમાં ગુનો ન કરવાનો ડર પેદા થાય તેવા આશયથી ગુજરાતમાં પોલીસ દ્વારા અવારનવાર આરોપીનું સરઘસ કાઢવામાં આવે છે ત્યારે પોલીસનું આ વર્તન અમાનવીય ગણાવીને હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી. આરોપીઓને દોરડાથી બાંધી જાહેરમાં સરઘસ કાઢીને મારવાના પોલીસના વર્તનને અમાનુષિ ગણાવવામાં આવ્યું છે અને અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. માનવીય અધિકારોનું ગુજરાત પોલીસ હનન કરી રહી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને ‘સરભરા’ કરી હોવાના મીડિયામાં આવેલા અહેવાલોને પણ અરજીમાં ટાંકવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks