Ahmedabad

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : મોલ-મલ્ટીપ્લેક્સમાં સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તા નથી

અમદાવાદ, તા.ર૬
પાર્કિંગ ચાર્જ મામલે હાઈકોર્ટે મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી. હાઈકોર્ટે મોલ મલ્ટીપ્લેક્સના સંચાલકોની ઝાટકણી પણ કાઢી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકોએ પ્રથમ એક કલાક માટે ફ્રી પાર્કિંગની સુવિધા આપવી પડશે. પ્રથમ એક કલાક બાદ ફોર વ્હીલર માટે મહત્તમ રૂપિયા ૩૦ અને ટુ વ્હીલર માટે મહત્તમ રૂપિયા ૨૦ ચાર્જ વસુલી શકશે. આ કેસમાં કોર્ટે સરકારને પોલીસી રજૂ કરવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટની સિંગલ બેન્ચે ચૂકાદા આપ્યા બાદ આ ચૂકાદાને મોલ મલ્ટિપ્લેક્સના સંચાલકોએ પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે તેમને લપડાક આપી છે.
હાઈકોર્ટના ચૂકાદાની સૌથી મોટી અસર મેગા સીટીને હવે થશે. ગુજરાત ભરમાં અત્યારસુધીમાં ટ્રાફિક વિભાગે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદસર ગણાવી સગવડ આપવા માટે આદેશ કર્યો હતો. જે સામે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો હાઈકોર્ટમાં ગયા હતા. હવે સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, સરકાર ઇચ્છે તો કાયદો બનાવી શકે છે.
શહેરના મોલ અને મલ્ટિપ્લેક્સમાં લેવાતા પાર્કિંગ ચાર્જ સામે મ્યુનિ.એ. રોક લગાવી નાગરિકો માટે પાર્કિંગ ફ્રી કરાવ્યા હતા. મ્યુનિ.ના આ નિર્ણય સામે અમદાવાદ, વડોદરા અને સુરતના મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. સંચાલકોએ રજૂઆત કરી છે કે ‘પાર્કિંગનો ખર્ચ કાઢવા નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવો આવશ્યક છે. પાર્કિંગ એરિયામાં અમે સુવિધાઓ આપીએ છીએ.’ તેવું અગાઉ જણાવ્યું હતું. ગુજરાત સરકારને પણ પાર્કિગ પોલીસી બનાવવા માટે હાઇકોર્ટે ઓર્ડર કર્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર કરાવામાં આવ્યું છે કે મોલ, થિયેટર કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં વસૂલાતો પાર્કિગ ચાર્જ ગેરકાયેદસર છે. ટ્રાફિક વિભાગની આ જાહેરાત બાદ અનેક મોલ અને બિલ્ડિંગમાં પાર્કિગ ફ્રી કરવામાં આવ્યું છે. એટલે કે હવે અમદાવાદીઓએ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, મોલ્સ કે મલ્ટિપ્લેક્સમાં પાર્કિગનો કોઈ ચાર્જ આપવો પડશે નહીં. મોટાભાગના મોલ્સ કે મલ્ટિપ્લેક્સ અને કેટલાક કોમર્શિયલ સેન્ટરોમાં આવતા વિઝિટર્સ પાસેથી તગડો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. આ મુદ્દે ગત મે મહિનામાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પાર્કિંગ ચાર્જના નામે નાગરિકોની સરેઆમ લૂંટ કરાય છે. નિયમો અનુસાર, પાર્કિંગ માટે રખાયેલી જગ્યામાં કોઈ પણ પ્રકારની ધંધાદારી પ્રવૃત્તિ ન થઈ શકે. પરંતુ આ નિયમનો ભંગ કરીને મોલ્સ તેમજ મલ્ટિપ્લેક્સો વર્ષે દહાડે કરોડો રૂપિયાની પાર્કિંગ ફી ઉઘરાવી લે છે. હાઈકોર્ટે પાર્કિંગ મામલે ઝાટકણી કાઢતા વધુમાં જણાવ્યું હતું કે, પાર્કિંગ ચાર્જ વસૂલવાની સંચાલકોને કોઈ સત્તા નથી. કોર્ટે મોલ બંધ કરાવવા હુકમ કરવો પડે તે પહેલાં મોલ માલિકો સમજી જાય.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.