અમદાવાદ શહેરની હેરિટેજ મિલકતો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અલાયદું ટ્રસ્ટ રચવાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ટૂંક સમયમાં ઘોષણા થશે. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે તેમાં પૂર્વ કમિશનર પી.કે. ઘોષની સાથે ગુજરાત વકફ બોર્ડના પૂર્વ ચેરમેન એ.આઈ.સૈયદને પણ સામેલ કરવામાં આવશે. મ્યુ. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ આ ટ્રસ્ટમાં કુલ ૯ સભ્યો હશે. જેમાંથી પી.કે.ઘોષ (પૂર્વ મ્યુ.કમિશનર) તેમજ એ.આઈ.સૈયદ (પૂર્વ ચેરમેન ગુજરાત વકફ બોર્ડ) ગુજરાત અન્ય ૭ ટ્રસ્ટીઓ રહેશે. આ ટ્રસ્ટ બનાવવાનું ઉદ્દેશ હેરિટેજ સ્થળોની દેખભાળ હશે. અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટનું ફંડિંગ શરૂઆતમાં મ્યુ.કોર્પોરેશન અને કોર્પોરેટ દ્વારા થશે. અગાઉ મ્યુ. કોર્પોરેશને ‘વાડીલાલ સારાભાઈ (વી.એસ.) હોસ્પિટલ ટ્રસ્ટ અને ‘રીવરફ્રન્ટ ટ્રસ્ટ’ બનાવ્યું અને ફંડિંગ કોર્પોરેટ તેમજ મ્યુ.કોર્પોરેશને પૂરું પાડ્યું તેજ રીતે અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટને સ્થાપવામાં આવશે.