હૈદરાબાદના ઝડપી બોલર મો.સિરાજનો ન્યુઝી. સામેની ટી-ર૦ સિરીઝ માટે ટીમમાં સમાવેશ

નવી દિલ્હી,તા. ૨૩
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી અને ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટ્‌વેન્ટી શ્રેણી માટે આજે ટીમં ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીલંકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં ઓપનિંગ બેટ્‌સમેન મુરલી વિજયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રહાણેને ટીમના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.ટીમમાં અભિનવ મુકુન્દની જગ્યાએ મુરલી વિજયની વાપસી થઇ છે. સતત ત્રણ વનડે શ્રેણીથી બહાર રહેનાર સ્પીનર રવિન્દ્ર જાડેજા, આર. અશ્વીનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાના પ્રવાસમાં એક પણ ટેસ્ટ મેચ નહી રમનાર રોહિત શર્મા પોતાની જગ્યાને જાળવી રાખવામાં સફળ રહ્યો છે. કુશળ સ્પીનર કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ઉમેશ યાદવ, મોહમ્મદ સામી, ભુવનેશ્વર કુમાર અને ઇશાંત શર્મા ઝડપી આક્રમણની જવાબદારી સંભાળનાર છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચમા વિકલ્પ તરીકે રહ્યો છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડની સામે ટ્‌વેન્ટી શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં મુંબઇના ટોપ ઓર્ડર બેટ્‌સમેન શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હૈદરાબાદના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝને પ્રથમ વખત તક આપવામાં આવી છે.
ટેસ્ટ ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), કુલદીપ યાદવ, અશ્વીન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સમી, ચેતેસ્વર પુજારા, રહાણે, કેએલ રાહુલ, રિદ્ધીમાન સહા (વિકેટકિપર), ઇશાંત શર્મા, શિખર ધવન, ઉમેશ યાદવ, મુરલી વિજય અને હાર્દિક પંડ્યા
ભારતીય ટ્‌વેન્ટી ટીમ : વિરાટ કોહલી ( કેપ્ટન ), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મનીષ પાન્ડે, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જશપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશીસ નહેરા, મોહમ્મદ સિરાઝ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks