હાઈકોર્ટે રાજ્યસભાની ચૂંટણીના ત્રણ ઉમેદવાર અને ચૂંટણીપંચને સમન્સ પાઠવ્યું

અમદાવાદ, તા.ર૧
ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે રાજ્યસભાની ચૂંટણીના ૩ ઉમેદવારો અને ચૂંટણીપંચને સમન્સ પાઠવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યસભાની ૩ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોના મત ચૂંટણીપંચે રદ કર્યા હતા. તે મામલાને લઈને મૂળ કોંગ્રેસના પરંતુ ચૂંટણી ટાણે પાટલી બદલી ભાજપમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવ્યા બાદ બલવંતસિંહ રાજપૂતે આ ચૂંટણીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી. જેના પરિણામે હાઈકોર્ટે ચૂંટણીના ઉમેદવાર અહમદ પટેલ, અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને ચૂંટણીપંચને સમન્સ પાઠવ્યા છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપની બે બેઠક અને કોંગ્રેસની એક બેઠક બિનહરીફ ચૂંટાય છે પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ભાજપે રાજ્યસભાની ચૂંટણીનો પ્રતિષ્ઠાનો જંગ બતાવી કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને હરાવવા ભાજપના ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. તેમ છતાં કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોની ઈમાનદારી ડગી નહીં અને જેડીયુના એક મતથી અહમદ પટેલની જીત થઈ અને બલવંતસિંહની હાર થઈ છે. ત્યારે આ હારને પચાવી શકવાની ક્ષમતા ન હોવાથી પાટલી બદલું બલવંતસિંહે રાજ્યસભાની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી છે. હવે આ ચૂંટણી કાયદાકીય ગૂંચવણમાં ગૂંચવાય છે કે કેમ ? તે તો કોર્ટના ચુકાદા બાદ જ ખબર પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks