હાઈકોર્ટના ચુકાદાને અવગણી CBSE સ્કૂલોએ ‘ફી’માં તોતિંગ વધારો કર્યો

અમદાવાદ, તા.પ
કાયદા અને વ્યવસ્થાના નિયમોનો ભંગ કરવામાં હવે લોકો જરા પણ ખચકાતા નથી અને આ પ્રકારના નિયમો તોડવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે ત્યારે કોર્ટ ફી વધારાની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હોછા છતાં CBSE સ્કૂલોએ હાઈકોર્ટના ચુકાદાને અવગણીને ફી માળખામાં તોતિંગ વધારો કર્યો છે. અમદાવાદની શાળાઓએ ૧૦થી પ૦ ટકા જેટલો વધારો કર્યો છે.
હાઈકોર્ટ ફી નિયમનને લઈને ચુકાદો આપ્યો હોવા છતાં CBSE સ્કૂલોએ હાઈકોર્ટના ચૂકાદાને અવગણીને ફી માળખામાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. અમદાવાદની આ શાળાઓએ ફીમાં ૧૦ થી ૫૦ ટકાનો વધારો કર્યો છે.
અમદાવાદમાં CBSE બોર્ડ હેઠળની ઉદગમ, એશિયા અને DPS સ્કુલે ફી વધારો કર્યો છે. આ શાળા દ્વારા CBSE શૈક્ષણિક સત્ર ૨૦૧૮ – ૧૯ની ફી કરી જાહેર કરવામાં આવી છે. જેમાં નવા ફી માળખા અનુસાર ફીમાં ૨૮ હજાર થી ૪૧ હજાર સુધીનો ફી વધારો કર્યો છે.
ગુજરાતમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. બે રોકટોક શાળાઓ પોતાની મનમાની કરીને ફી વધારો કરી દીધો છે. સેન્ટ્રલ બોર્ડની આ શાળાઓ દ્વારા કરવામાં આવેલા ફી વધારાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું છે કે, શાળા સંચાલકો કોર્ટમાં ૧૭ જાન્યુઆરી સુધી રજૂઆત કરી શકે છે. અને વાલીઓએ ત્યાં સુધી ધીરજ ધરવી જોઇએ. કોર્ટમાં મૂક્વામાં આવેલ પ્રપોઝલનો ચુકાદો ન આવે ત્યાં સુધી સંચાલકો વાલીઓ પર ફી મુદ્દે દબાણ કરી શક્શે નહી. વધુમાં ચુડાસમાએ ૧૭ જાન્યુઆરી સુધી રાહ જોવા માટે સૌને અનુરોધ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks