ધંધુકા-બગોદરા હાઈવે પર સર્જાયેલા બે અકસ્માતમાં ૯ વ્યક્તિ ઘાયલ

બાવળા, તા. ૬
બગોદરાથી ધંધુકા માર્ગ પર બે અલગ અલગ કાર અકસ્માત માં ચાર મહીલા સહીત નવ વ્યકિત ધાયલ થયા હતા.
ગૂંદી ફાટક અને લોલીયા વચ્ચે કાર ડીવાઇડર સાથે અથડાઈ બીજી બે કાર ને પણ અથડાતા ત્રીપલ કાર અકસ્માત થતા સૌરભ ભાઈ મહેશ ભાઇ ઉ.વ.૪૧ ને ઇજા થતા ફેદરા ૧૦૮ ને જાણ થતા પાયલોટ અશરફ ભાઇ અને ઇએમટી નરેન્દ્ર ભાઈ ઘટના સ્થળે જઇ ઇજા ગ્રસ્ત ને સારવાર અર્થ બગોદરા સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવાયા જ્યારે બીજો અકસ્માત ફેદરા અને ધંધુકા વચ્ચે હરીપુરા પાટીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત થતા ધંધુકા ૧૦૮ ને જાણ થતા ઇએમટી નરેન્દ્રભાઇ તથાપાયલોટ સહદેવભાઇ ધટના સ્થળે પહોંચતા ઇજાગ્રસ્ત (૧) ઇન્દુબેન અરવિંદ ભાઇ ઉવ.પ૦ (ર) ચંપાબેન મંજી ભાઇ પટેલ ઉ.વ.૬૦ (૩) નરેશ ભાઈ મંજીભાઇ પટેલ ઉવ.૩૭. તમામ રહે. સુરતના તથા બીજી બે મહિલા અને બે પુરુષને ઇજા થતા કુલ ચાર મહિલા સહિત સાતને ઇજા થતા વધુ ઇજા ગ્રસ્તને સારવાર માટે ધંધુકા ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts