હિંમતનગરમાં આશા વર્કર બહેનો વિવિધ માગણીઓ સાથે ધરણા પર

(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.રપ
હિંમતનગરના બહુમાળી ભવન આગળ જિલ્લાની આશા વર્કર બહેનો સમાન કામ સમાન વેતનની માંગ સાથે સોમવારથી બે દિવસના ધરણા પર બેસી હતી અને અગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર અંદોલન સાથે અગામી વિધાનસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
ગુજરાત સરકાર સામે છેલ્લા કેટલાક સમયથી આશા વર્કરો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે વિરોધ કરાઈ રહ્યો છે. જો કે સોમવારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે એકસાથે ૨૦૦થી વધુ આશા વર્કરો દ્વારા સતત બે દિવસ સુધી વહીવટી તંત્રની મંજૂરી મેળવી વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે હિંમતનગર જિલ્લા કલેકટર કચેરી બહાર આશાવર્કરોએ વિવિધ માંગણીઓ સાથેના બેનરો સાથે સરકારી તંત્ર તેમજ મંત્રીઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સરકાર સામે વિવિધ માંગણીઓના મામલે પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો તેમજ આગામી સમયમાં ભૂખ હડતાલ, જેલભરો અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને ભાજપ વિરૂદ્ધ પ્રચાર પણ કરવાની વાત આશા વર્કર બહેનોએ કહી હતી. મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર મહિલાઓ માટે કંઈ નહિ કરતી હોવાની વાત આશા વર્કરોએ કહી હતી. જિલ્લાની અંદાજે ૩૦૦૦ હજાર જેટલી બહેનો આશા વર્કર છે. જો કે સરકાર આગામી સમયમાં કોઈ ઠોસ પગલાં નહિ લે તો જેલભરો આંદોલન સુધીની તૈયારી આશા વર્કરોની છે. આશા વર્કર બહેન જ્યોતિબેન દવે અને પ્રમુખ અલકાબેન રાવલે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks