Gujarat

હિંમતનગરમાં ૧થી પ ડિસેમ્બર દરમ્યાન મતદાન કાપલી વિતરણ કરાશે

હિંમતનગર તા.ર૯
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારી પીસ્વરૂપના અધ્યક્ષસ્થાને તથા જનશલ નિરીક્ષક મણિગંડન અને જેન્નુ તથા પોલીસ નિરીક્ષક આશુતોષ પાંડેયની ઉપસ્થિતિમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ર૦૧૭ અન્વયે ચૂંટણી દરમ્યાન થયેલ કામગીરીની જાણકારી આપતી પત્રકાર પરિષદ નવિન સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.
જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર પી.સ્વરૂપે જણાવ્યું હતું ે ચૂંટણી જાહેર થતા તા.રપ ઓક્ટોબર ર૦૧૭થી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે જેમાં જિલ્લામાં ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ દિવસે જિલ્લાની ચાર વિધાનસભામાં ૪૯ ઉમેદવાર માન્ય રહ્યા છે. જેમાં હિંમતનગરમાં ૧૮, ઈડરમાં ૧૩, ખેડબ્રહ્મામાં ૭ તથા પ્રાંતિજમાં ૧૧ ઉમેદવારનો સમાવેશ થાય છે.
સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં ચૂંટણી કામગીરીમાં ૧ર,૭૮૩ કર્મચારીઓ કામગીરી કરશે તેમને ઈ-પોસ્ટલ બેલેટ દ્વારા પોલીસ કર્મચારીઓ પોલીસ ગ્રાઉન્ડ ખાતે તા.૭ ડિસેમ્બરના રોજ મતદાન કરશે જ્યારે અન્ય કર્મચારીઓ ૩થી પ ડિસેમ્બરની તાલીમ દરમ્યાન કોઈ પણ એક દિવસે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.
આ ઉપરાંત પ હજારથી વધુ પોલીસ કર્મીઓ અને ર૧ સીઆરપીએસ કંપનીના જવાનો ફરજમાં કાર્યરત થશે. સાબરકાંઠા જિલ્લના હિંમતનગરની ત્રિવેણી હાઈસ્કૂલ ખેડબ્રહ્માની કે.ટી.હાઈસ્કૂલ, ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ અને પ્રાંતિજની અવર ઓન હાઈસ્કૂલ મતદાન મથકના એક બૂથ પર સંપૂર્ણ મહિલા કર્મચારીઓનું સખી મતદાન મથક ઊભું કરવામાં આવશે.
આ મતદાર કાપલી તા.૧થી ૭ ડિસેમ્બર દરમ્યાન મતદાન કાપલીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જે મતદારોને કાપલી સાથે ન હોય તેવા સંજોગોમાં મતદારો માટે મતદાન સહાય કેન્દ્ર ઊભા કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી પી.સ્વરૂપે ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્લામાં મોડલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પરમાર નાયબ માહિતી નિયામક આર.એસ.પટેલ, ચૂંટણી માહિતી ખાતાના સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.