બ્રિસબેન, તા.૩૧
હીના સિદ્ધુએ રાષ્ટ્રમંડળ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ૧૦ મીટર એર પિસ્ટલમાં સુવર્ણચંદ્ર જીતી ભારતને શાનદાર શરૂઆત અપાવી. હીનાએ ૬ર૬.રનો સ્કોર કર્યો. આ તેનો સતત બીજો આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રક છે. તેણે જીતુરાય સાથે ભારતમાં આઈએસએસએફ વિશ્વકપ ફાઈનલ્સમાં ૧૦ મીટર એરપિસ્ટલ મિક્સ ટીમ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારતના દીપકકુમારે ૧૦ મીટર એર રાઈફલમાં કાંસ્યચંદ્રક જીત્યો લંડન ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા ગગન નારંગ આમા ચોથા અને રવિકુમાર પાંચમા સ્થાને રહ્યા. નારંગે ક્વોલિફિકેશનમાં ૬ર૬.ર સ્કોર કરીને કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો હતો.
Facebook
0
Twitter
0