હિન્દુ-મુસ્લિમ લગ્ન ન કરી શકે એમ જણાવીને બેંગ્લુરૂની હોટલે દંપતીને રૂમ આપવાનો ઈન્કાર કરી દીધો

(એજન્સી) બેંગ્લુરૂ, તા.પ
બેંગ્લુરૂના એક હોટલમાં રિસેપ્શનિસ્ટે એક યુગલને હોટલમાં કમરો આપ્યો નહીં કારણ કે તેઓ જુદા-જુદા ધર્મના હતા. મળેલ સમાચાર અનુસાર મહિલા હિન્દુ ધર્મથી જોડાયેલ છે જેનું નામ દિવ્યા છે અને પુરૂષ મુસ્લિમ છે જેનું નામ શફીક છે. આ યુગલો બેંગ્લુરૂમાં એક ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. જ્યારે હોટલમાં રિસેપ્શનિસ્ટમાં બન્ને યુગલોના આઈકાર્ડ માંગ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેઓ મુસ્લિમ છે અને પત્ની હિન્દુ છે. શફીકે જ્યારે કારણ પૂછયું તો તેમણે જવાબ આપ્યો કે હિન્દુ-મુસ્લિમ યુગલોને અમે રૂમ આપતા નથી. શફીક અને દિવ્યા સવારે ૭ વાગે હોટલ પહોંચ્યા હતા ત્યાં રિસેપ્શનિસ્ટરે જણાવ્યું કે બપોરે બે વાગે તેમની પત્ની પીએચડી માટે તૈયારી કરી રહી છે, દિવ્યાનો ઈન્ટરવ્યુ છે તેણી એલએલબી છે અને તેમ છતાંય તેમને રૂમ આપવામાં આવ્યો નહીં. જેથી શફીક અને દિવ્યાને ગુસ્સો આવતા તેમણે પોલીસ ફરિયાદ કરવા કહ્યું. ત્યારબાદ સમય વેડફવા કરતાં તેઓ ત્યાંથી નીકળી ગયા. મીડિયા દ્વારા આ હોટલના રીસેપ્શનિસ્ટથી વાતચીત કરતાં જણાવ્યું કે આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ યુગલો દ્વારા આત્મહત્યા કરવાના મામલા બહાર આવ્યા છે. જ્યારે શફીક અને દિવ્યા અમારા હોટલમાં રૂમ લેવા આવ્યા ત્યારે મને તેમની પર શંકા થઈ કારણ કે તેઓની પાસે વધારે સામાન પણ ન હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts