હિંદુ યુનિ.ના વિદ્યાર્થીઓની તરફેણમાં મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ

(એજન્સી) અલીગઢ, તા.રપ
વિદ્યાર્થિની સાથે છેડછાડ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલ લાઠીચાર્જની અસર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અનુભવાઈ રહી છે. એએમયુના વિદ્યાર્થીઓએ કેન્દ્રની મોદી સરકાર, ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને એબીવીપી સંઘ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે, બેટી બચાવો, બેટી પઢાઓ’નું સૂત્ર આપનારી મોદી સરકાર વાસ્તવમાં તેમની સુરક્ષા મુદ્દે સંવેદનશીલ નથી. જિલ્લા તંત્રના માધ્યમથી વિદ્યાર્થી ગણે પોતાની માંગ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, બીએચયુમાં બહેનો સાથે અન્યાય થયો છે. ન્યાય માટે ચાલી રહેલ આ લડાઈમાં તેઓ બીએચયુના વિદ્યાર્થીઓ સાથે છે અને જરૂર પડશે તો આ લડાઈ દિલ્હી સુધી લઈ જવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks