કાસગંજ, તા.ર૯
આ વર્ષે ર૬મી જાન્યુઆરીએ કાસગંજમાં થયેલ હિંસક તોફાનો સંદર્ભે પીપલ્સ કલેક્ટિવે સત્ય શોધક અહેવાલ બહાર પાડ્યો છે. એમણે ઉત્તરપ્રદેશ સરકાર સમક્ષ ૬ ભલામણો કરી છે.
ર૬મી જાન્યુઆરીએ ૮૦ યુવકો હાથમાં તિરંગો અને ભગવો ધ્વજ લઈને મુસ્લિમ બહુલ્ય ધરાવતા અબ્દુલ હમીદ ચોક ઉપર ગયા હતા અને મુસ્લિમોને વંદે માતરમ સૂત્ર પોકારવા બળજબરી કરી હતી.
આ ઘટના સંદર્ભે બે પ્રકરણો બહાર આવ્યા હતા. હિન્દુ કોમનો દાવો હતો કે એમણે મુસ્લિમોને વંદે માતરમ કહેવા કહ્યું જેના લીધે મુસ્લિમોએ એમની ઉપર હુમલો કર્યો અને ફાયરિંગ પણ કર્યું જેના લીધે ચંદનનું મૃત્યુ થયું. મુસ્લિમોનો દાવો છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી મુસ્લિમો કરી રહ્યા હતા તે દરમ્યાન હિન્દુઓએ એમની ઉપર હુમલો કર્યો અને સ્થાનિક મુસ્લિમો અને પોલીસ સામે સંઘર્ષ કર્યું અને સ્થાનિક મુસ્લિમો અને પોલીસ સાથે સંઘર્ષ કર્યું જેના લીધે ચંદનનું મૃત્યુ થયું.
સત્ય શોધક અહેવાલમાં ઘણા બધા સંગઠનોના અહેવાલો પણ રજૂ કરાયા હતા જેમણે પોલીસ તપાસ અને એફઆઈઆરમાં વિરોધાભાસો હોવાનું જણાવ્યું હતું.
પ્રથમ એફઆઈઆરમાં જણાવાયું હતું કે, રેલી યોજનાર સભ્યોનું સંબંધ હિન્દુત્વ સંગઠન યુવાવાહિની સાથે છે.
થોડા જ સમય પછી એફઆઈઆરમાં ચાર મુસ્લિમોના નામો જણાવવામાં આવ્યા. એના પછી થોડી જ વારમાં પોલીસ અધિકારીએ ર૪ મુસ્લિમોના નામો ઉમેર્યા એ નામોની માહિતી એમને કઈ રીતે મળી એનો ખુલાસો કર્યો નથી.
પોલીસ અધિકારી તોમરની ત્રણ મહિનાની તપાસ પછી પણ જણાવવામાં નહીં આવ્યું કે, એમને ર૪ નામોની માહિતી કયાંથી મેળવી જેમનામાંથી પછીથી ઘણા બધાને ચંદનની હત્યાના આરોપીઓ બનાવાયા હતા.
પોલીસ અધિકારી તોમર હિન્દુઓનું રક્ષણ કરી રહ્યા છે. હિંસામાં સમાવિષ્ઠ હિન્દુઓ સામે તપાસ નથી કરી.
ઘટનાના બીજા દિવસે ર૭મી જાન્યુઆરીએ એક મસ્જિદના ઈમામે પોલીસ અધિકારીને હુમલાખોરોના નામોની યાદી આપી હતી પણ પોલીસે તપાસ કરી નથી.
આ વિસ્તારના બે હિન્દુઓ જેમણે રમખાણોમાં પોતાની દુકાનો બંધ કરી હતી એમણે કહ્યું કે એ હુમલાખોરોને ઓળખતા નથી જેનું અર્થ એ થયું કે હુમલો કરનારાઓ સ્થાનિકો નહીં પણ બહારના લોકો છે. પણ પોલીસ અધિકારીએ આ બહારના હુમલાખોરોની તપાસ નથી કરી.
પીપલ્સ કલેકટીવની ૬ માગણીઓ આ મુજબની છે.
– બે ચાર્જશીટ ધરાવતી ડાઘી ફરિયાદ રદ કરવામાં આવે.
– અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી નવેસરથી હાઈકોર્ટની નિગરાની હેઠળ પોલીસ તપાસ કરાવવામાં આવે.
-વહીવટ અને પોલીસની હિંસા રોકવા માટે નિષ્ફળતા બદલ ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ નિમવામાં આવે.
-ખોટી તપાસ કરી નિર્દોષ મુસ્લિમોને ગુનામાં સંડોવણી કરનાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે.
-મુસ્લિમો સામે ખોટા આક્ષેપો રદ કરી એમને મુક્ત કરવામાં આવે.
– હિન્દુઓની ધરપકડ કરવામાં આવે જેમણે મોટરસાઈકલ રેલી કાઢી હતી અને હિંસામાં જે ભૂમિકા ભજવી હતી એની તપાસ કરવામાં આવે.