(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧
યોગી આદિત્યનાથ હવે ઉ.પ્ર.ના પ્રધાન પદે સત્તારુઢ થઇ ગયા છે. આવી સ્થિતિમાં ધર્મ, શ્રદ્ધા અને વિકાસ અંગેના વિચારો પર ચિંતન જરુરી છે. અત્રે હિંદુ રાજ્ય સ્થાપવાના પાંચ પગલાં પ્રસ્તુત છે.
૧. ભાગલાવાદી વાચાળતાને મોટેથી છેડો
જ્યારે કોઇ તમારા ધર્મનો ભાગલાવાદી અને કોમી આક્રોશ ફેલાવવા જાહેર મંચનો અથવા તો ખાનગી મંચનો ઉપયોગ કરે તો તેને બુલ શીટ ગણજો. આવી વાતો સમુદાયમાં જ કોઇ પણ જાતના વિરોધના અભાવમાં ફુલતી ફાલતી હોય છે. ગીતામાં એવું કંઇ નથી જે ઇસુ ખ્રિસ્તે ક્હ્યું ન હોય અને ઇસુ ખ્રિસ્તના શબ્દોમાં એવું કંઇ નથી જે કુર્આનમાં મળે નહીં. તમામ ધર્મો સેક્યુલર છે. જો કોઇ ધર્મને બીજી રીતે મૂલવે તો હિંસા અને આતંકવાદ માટે માર્ગ મોકળો થાય છે.
૨. કોઇ વસ્તુની ફરજ પાડવામાં આવે તો તે ધર્મ નથી
અંધકાર અને પ્રકાશ સાથે અસ્તિત્વ ધરાવી શકે નહીં. દમન અને સ્વતંત્રતા પણ સાથે જઇ શકે નહીં. ધર્મના નામે કોઇને દબાવવા એ અન્યના ધર્મ અને શ્રદ્ધાને દબાવવા જેટલંુ ખતરનાક છે.
૩. નામમાં ઘણંુ બધું છે
હિંદુત્વ હિંસક નથી, ભગવો એ કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા ધિક્કારવામાં આવતો રંગ નથી. રામરાજ્ય એવી સ્થિતિ નથી કે જ્યાં કોઇ ચોક્કસ ધર્મ સર્વોપરી હોય. આમ કોઇને પણ આવા નામો વટાવવા દેશો નહીં.
૪. ‘બીજુ’ કંઇ નથી
મુસ્લિમ કે ખ્રિસ્તીનો યોગ્ય સ્નેહ સાથે સ્વીકાર કરવો જોઇએ એવું કહેવું એ દેખિતી વાત કરવા સમાન છે. પ્રત્યેક બાબત સર્વસમાવેશક અને તમામ આવકાર્ય અભિગમનું પરિણામ છે. કોઇ સમુદાય દ્વારા ખતરો ઊભો થવો એ પોતાની માન્યતા અને જીવન અંગેની સમજના અભાવની નિશાની છે.
૫. હિંદુરાજ્ય
હિંદુરાજ્ય ત્યાં છે જ્યાં તમે તેના માટે પૂછતા નથી. ભારત ધબકતંુ રાષ્ટ્ર હોવાનું એક માત્ર કારણ એ છે કે લોકોએ ચોક્કસ સમુદાય માટે ક્યારેય પોતાના ખાસ અધિકારોનો દાવો કર્યો છે. ઉ.પ્ર.માં જે શબ્દ સાંભળવા મળે છે તે છે સબકો લેકર ચલે.