હિન્દુત્વના ઉત્સવનો ઈતિહાસ રાજસ્થાનમાં આચરાયેલ પાશવતા બાદ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે

(એજન્સી) જયપુર, તા.૧૬
શંભુલાલ માત્ર એક નામ છે જે છેલ્લા ચાર વર્ષોમાં ફાસીવાદી શક્તિઓના ઉદયનું સ્વરૂપ માત્ર છે. શંભુલાલની જગ્યાએ હજારો એવા વ્યક્તિઓના નામ લખી શકાય જે શંભુલાલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં હિન્દુત્વ કે ભગવા શક્તિઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અહીંયા ભડકાઉ સૂત્રોચ્ચાર દ્વારા મુસ્લિમો સાથે ફરીને ફરી એવું જ વર્તન કરવાની વાત કરવામાં આવી છે. શંભુલાલ જેટલો મોટો ગુનેગાર છે તેટલા જ ગુનેગાર એ લોકો છે જે આ ભયાનક હત્યાની ઘટનાને યોગ્ય પ્રમાણ આપી સોશિયલ વેબસાઈટ પર પોતાની વિકૃત વિચારસરણી સાથે તેમની પોતાની સરકાર, તેમની વફાદારી અને મુસ્લિમોનો ભારતમાંથી વિનાશ કરવાની પ્રતિબદ્ધતાનું સમર્થન કરી શકે છે પરંતુ વિરોધ નથી કરી શકતા. એવા કેટલાક હિન્દુ સંગઠન છે જે વિચારે છે કે મુસ્લિમોની સંસ્કૃતિ અને ઈતિહાસને નાબૂદ કરવાની સાથે તેમને નબળા પાડવા અથવા હિન્દુ ધર્મમાં લાવવા માટે આવી ઘટનાઓને જરૂરી સમજે છે. એ વાત અંગે ચર્ચા નવી નથી કે હજારો વર્ષના ઈતિહાસમાં હિન્દુઓ સાથે વારંવાર આવો વ્યવહાર થયો છે. હવે સવાલ એ છે કે, શું સાચે મુસ્લિમ બાદશાહોના હજારો વર્ષ જૂના ઈતિહાસમાં આવું જ થતું આવ્યું છે ? હવે તો ફરીથી ઈતિહાસ લખાઈ રહ્યો છે જ્યાં પેરિસને ભારતનો પ્રથમ રક્ષક તરીકે પેરિસને દર્શાવવામાં આવી રહ્યો છે. ભારતીયોને મંગોલોના અત્યાચારથી બચાવનાર અલાઉદ્દીન ખિલજીને અય્યાશ રાજા કરતાં પણ વધુ રાક્ષસ તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. મુગલ રાજાઓ જો દેશને લૂંટવાના ઈરાદાથી આવ્યા હોત તો લૂંટીને પોતાના દેશ જતા રહ્યા હોત. દેશની મજાક ત્યારે બની જ્યારે મણિશંકર ઐયરે ‘નીચ’ કહેવા પર વડાપ્રધાને આ શબ્દને મુગલો સાથે જોડી એ વાતનો સંકેત કર્યો કે મુગલ શાસન સાતસો વર્ષમાં હિન્દુઓ સાથે આવી નીચતાનું પ્રદર્શન થતું રહ્યું. વડાપ્રધાને ‘નીચ’ શબ્દને એક જાતિ સાથે જોડી શંભુલાલ જેવા હજારો અલગતાવાદીઓને પ્રોત્સાહિત આપ્યું કે તે મુસ્લિમો વિરૂદ્ધ ધિક્કારમાં કોઈ કસર ન રાખે. આ ચાર વર્ષોમાં મુસ્લિમોની હત્યાનો છે. ઘટના ક્રમ મોહમ્મદ અખલાકથી શરૂ થયો હતો તે પહેલુખાન, હાફિજ સઈદ, જુનેદ ઈમરાનખાનથી આગળ રાજસ્થાનના અફરાઝુલ ઈસ્લામ સુધી પહોંચ્યો છે. ગૌરક્ષાના નામે અને ભીડ દ્વારા હુમલાઓ દ્વારા નિર્દોષોની હત્યા કરવામાં આવી છે. એવું કહી શકાય કે માત્ર મુસ્લિમો, દલિતો કે ખ્રિસ્તીઓ પર જ નહીં પરંતુ દેશના ધર્મનિરપેક્ષ મૂલ્યો પર વિશ્વાસ રાખનાર જનતા પણ ભયભીત થઈ સાંપ્રદાયિકતા અને અમાનવીય વર્તનના તમાશા કે ઉત્સવને જોઈ રહી છે જે આ પહેલાં દેશમાં કયારેય નથી થયું.
રાજસમંદ હત્યા : VHP અને બજરંગદળના ૧૩ર ઉપદ્રવીઓને દબાણ હેઠળ છોડી મૂકાયા
(એજન્સી) જયપુર, તા.૧૬
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં થયેલ હત્યા બાદ ઉદેપુર શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. રાજસમંદમાં લવજિહાદના નામે અફરાઝુલની હત્યા કરનાર શંભુલાલ રૈગરના સમર્થનમાં ઉદેપુરમાં બંધનું ઉલ્લંઘન કરતાં મોટી સંખ્યામાં ઉપદ્રવીઓએ રેલી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેને રોકવા માટે પોલીસ બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. ર૦૦થી વધુ અસામાજિક તત્ત્વોની ધરપકડ કરાઈ હતી જ્યારે ૩૦થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે. આ સંઘર્ષ બાદ શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા જુલૂસ નીકાળી ધરપકડ કરાયેલા લોકોની મુક્તિની માંગ કરવામાં આવી હતી. કલેકટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન બાદ આવેદનપત્ર આપવા ગયેલ પ્રતિનિધિમંડળે બે કલાક સુધી કલેકટરને ઘેરી રાખ્યા હતા અને ધરપકડ કરાયેલા તમામ હિન્દુ કાર્યકર્તાઓને મુક્ત કરવાની માંગ કરી હતી. બે કલાક લાંબા આ વાર્તાલાપ બાદ પ્રશાસન દ્વારા ૧૩ર લોકોને જામીન પર મુક્ત કરાયા છે જ્યારે અન્ય ૭પ યુવકોને કોર્ટમાં રજૂ કરાશે. આ દરમિયાન કચેરીની બહાર મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું. પોલીસે ઉદેપુર અને રાજસમંદ જિલ્લામાં કલમ ૧૪૪ના અમલીકરણનો સમયગાળો વધુ ૪૮ કલાક માટે વધાર્યો છે તેમજ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.
અફરાઝુલ હત્યા : આ ઘટના સાબિત કરે છે
કે, ભાજપે સમગ્ર દેશમાં ઝેર ફેલાવ્યું છે


(એજન્સી) અલીગઢ, તા.૧૬
જમિયત ઉલેમા-એ-અલીગઢના ઉપાધ્યક્ષકારી મોહમ્મદ કમરે આલમ સિદ્દીકીએ રાજસ્થાનના રાજસમંદમાં થયેલી ક્રૂર હત્યા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પ૦ વર્ષીય અફરાઝુલખાનને જીવતા સળગાવાયા એ ભારતના ઈતિહાસની સૌથી કરૂણ ઘટના છે. સિદ્દીકીએ જણાવ્યું કે, આ માત્ર હત્યા નથી પરંતુ સ્પષ્ટ સંદેશ છે કે, સમાજના દુશ્મનો કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કોહિમા સુધી ભારતને ભગવા કફનમાં લપેટવા ઈચ્છે છે. મૃતકના ગામમાં શોકનો માહોલ છે. તેમજ હવે ગરીબ અને વંચિત વર્ગ પ્રદેશમાં મજૂરી કરી પોતાના પરિજનોનું પેટ ભરવા માટે કશે જવા માટે પણ ગભરાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે સરેઆમ અફરાઝુલની હત્યા કરવામાં આવી તેવી રીતે સરકારની જવાબદારી બને છે કે દોષીને વહેલીતકે સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું અમાનવીય અને ક્રૂર વર્તન ન કરે. મૌલાના રમીઝઅલીખાને આ હત્યાની નિંદા કરતાં કહ્યું કે, કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ત્યારે જ આચરે જ્યારે તેને બચી જવાની સંપૂર્ણ આશા હોય. આ હેવાનોની જગ્યા માનવ વસ્તીમાં નહીં પરંતુ કેદખાનામાં છે. નોંધનીય છે કે, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદી વિષે કંઈક કહ્યું તો વડાપ્રધાને સમગ્ર દેશમાં હોબાળો કર્યો પરંતુ અફસોસ કે રાજસ્થાનના એક ગામમાં લાચાર અને નિઃશસ્ત્ર નિર્દોષ મૃતકની શ્રદ્ધાજલિ માટે તેમની પાસે કોઈ શબ્દ નથી. આ ઘટનાથી સાબિત થાય છે કે, ભાજપે સમગ્ર દેશમાં ઝેર ફેલાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks