(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ભાજપના વરિષ્ઠ નેતા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સમલૈંગિકતાને હિન્દુત્વની વિરૂદ્ધ બતાવ્યું છે. હાલમાં તેની કાયદેસરતા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેમણે કહ્યું કે તેના નિવારણ માટે રિસર્ચ કરવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે તેને ઠીક કરી શકાય.
સ્વામીએ કહ્યું કે સમલૈંગિકતા એ સામાન્ય વાત નથી. તેનો આનંદ ઉઠાવાય નહીં. સરકારે તેની સુનાવણી માટે ૭થી ૯ જજોની ખંડપીઠ બનાવવી જોઈએ.
ધારા ૩૭૭ હટાવવા માટે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
અરજદારો તરફી દલીલ કરતાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે, સમલૈંગિકતાનો મુદ્દો ફક્ત યૌન સંબંધો પ્રત્યે ઝુકાવ છે. તેને લીંગ સાથે કોઈ લેવાદેવા નથી. કલમ ૩૭૭માં બે સમલૈંગિકો વચ્ચે સહમતીથી શારીરિક સંબંધોને અપરાધ મનાયો છે. તેમાં સજાની જોગવાઈ છે. જેને પડકારવામાં આવ્યું છે. સ્વામીએ તેને હિન્દુત્વના વિરોધમાં બતાવ્યુું છે.