(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
દુનિયાભરમાં રફ હીરાનું વેચાણ કરતી ડાયમંડ ટ્રેડિંગ કંપનીની સાઇટ આગામી અઠવાડિયે ત્રણ સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ચાલનાર હોવાનું જાણવા મળે છે. હીરા ઉદ્યોગકારોનું માનવું છે કે ડીટીસી કંપની આવનારી સાઇટમાં રફ હીરાની કિંમતોમાં વધારો કરે તેવી આશંકાઓ પ્રવર્તિ રહ્યી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતથી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા કટ અને પોલિશ્ડ હીરામાં પાછલા મહિને સરેરાશ ૧૧ ટકાનો વધારો થયો છે. વિદેશમાં કટ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીની સારી ડિમાન્ડ હોવાથી નિકાસમાં વધારો થયો છે, અને આવનારા બે મહિનામાં પણ હિરાની નિકાસ વધે તેવી ઉમ્મીદ છે. હાલ હીરા ઉદ્યોગની પરિસ્થિતિ જોતા ડીટીસી કંપની રફ હીરાની કિંમતો વધારે તેવી સંપૂર્ણ સંભાવના છે. ઓગષ્ટ મહિનાની સાઇટમાં પણ રફ હીરાની કિંમતોમાં પણ વધારો થયો હતો.હીરાની માંગ વધવા પાછળ વધુ એક કારણ ને પણ જવાબદાર માની શખાય છે. નેચરલ ડાયમંડની જગ્યાએ સિન્થેટિક હીરાની માંગ થઇ રહી છે. સિન્થેટીક હીરાની માંગ ઘટતા બજારમાંતેની ઘરાકી ઘટી છે એક સમયે જે સિન્થેટીક હીરા પાંચ હજારથી ૧પ હજાર સુધીના ભાવેવેચાણ થતા હતા એ જ સિન્થેટીક હીરાનું વેચાણ ઘટી ગયું છે. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર હીરા ઉદ્યોગમાં જ્યારથી સિન્થેટીક હીરા આવ્યા અને સિન્થેટીક હીરાનો બહોળો પ્રચાર થયો ત્યારથી સિન્થેટીક હીરાનો સાચા હીરામાં ભેળસેળ કરવાનો બહુ મોટો પ્રશ્નોનો ઉભોથયો હતો, અને સ્થાનિકથી લઇને આંતર રાષઅટ્રીય હીરા બજાર સુધી સિન્થેટીક હીરા બજાર બાબતે વિવાદો ઉદ્ભવ્યા હતા. પરંતુ હવે સિન્થેટીક હીરાની માંગ ઘટી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેનો લાભ નેચરલ ડાયમંડને મળશે જેની અસર હીરાની કિંમત પર પણ થઇ શકે છે.