Gujarat

મુંબઈનો હીરા દલાલ ૧પ કરોડના હીરા લઈને ગુમ થઈ જતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
મુંબઇનો એક હિરા દલાલ રૂા.૧૫ કરોડના તૈયાર હિરા લઇને ગૂમ થઇ જતાં હિરા ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધાનેરાના વતની અને મુંબઇમાં હિરાનો મોટો વેપાર કરનારા વેપારીએ પોતાના હમવતની જ એવા શૌમિલ નામના હિરા દલાલને તૈયાર હિરા વેચવા માટે આપ્યા હતા. જો કે, છેલ્લા બે દિવસથી શૌમિલનો કોઇ પત્તો નહીં લાગતા ઉચાટની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સામી દિવાળીએ કરોડોનું નવું કારનામું બહાર આવતાં વેપારીઓમાં ડરનો માહોલ ફરી વળ્યો છે. હિરા ઉદ્યોગમાં ચર્ચામાં આવેલી વિગતો એવી છે કે, મૂળ ધાનેરાના એક વ્યક્તિ હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને મુંબઇ બાન્દ્રા ખાતે હિરાની ઓફિસ ધરાવવા સાથે તૈયાર હિરાનો મોટો વેપારી કરે છે. શૌમિલ નામનો એક હિરા દલાલ મૂળ ધાનેરાનો જ વતની છે અને તેને કારણે વેપારીએ શૌમિલ પર વિશ્વાસ મૂકી તેને કામકાજ આપવાનું શરૂ કર્યું છે. ચર્ચા મુજબ બે દિવસ પૂર્વે વેપારીએ શૌમિલને અંદાજે રૂા.૧૫ કરોડની આસપાસની બજાર કિંમતના તૈયાર હિરાનું પેકેટ આપ્યું હતું અને તેને વેચી રોકડી કરવા જણાવ્યું હતું. જો કે, બાદમાં આ શૌમિલ નામના હિરા દલાલનો કોઇ પત્તો મળ્યો નથી. રૂા.૧૫ કરોડના હિરાનું પેકેટ લઇને તે ક્યાં જતો રહ્યો તે વિશે કોઇ જાણકારી હાથ લાગી નથી. જેથી વેપારીએ પોતાના મિત્રવર્તુળ સાથે મળીને શૌમિલની શોધખોળ શરૂ કરી દીધી છે. એક ચર્ચા એવી પણ છે કે, શૌમિલ હિરા વેચીને રોકડી કરી લીધી છે. જો કે, શૌમિલે આ તૈયાર હિરા મુંબઇમાં જ વેચ્યાં કે પછી સુરત કે અમદાવાદ જેવા હિરા બજારોમાં વેચીને રોકડી કરી તે વિશે કોઇ કડી હજુ સુધી લાગી નથી. એક તો દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે શૌમિલના આ કારનામાને પગલે હિરા ઉદ્યોગમાં ભારે ઉચાટની સ્થિતિ પેદા થઇ ગઇ છે. નોંધનીય છે કે, દિવાળી પૂર્વે જ હજુ સુધીમાં ૧૫૦ કરોડથી વધુના ઉઠમણાં થઇ ચૂક્યાં છે. તે મુદ્દે વેપારીઓ અને હિરા વેપારીઓ અને ઉદ્યોગકારોને રડતાં કરી દીધાં છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.