(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૬
ભરૂચના સ્ટેશન રોડ ઉપર ડો.બાબાસાહેબની પ્રતિમાં પાસે આજે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ અને ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ધરણાનો કાર્યક્રમ કર્યા હતો. ખેડૂતોના દેવા માફ કરો અને પાટીદારોને અનામત આપોની માગણી ને લઈને ૧૩ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાત ભરમાંથી તેના માટે રામ ધૂન સધીનો કાર્યક્રમો થઈ રહ્યા છે જયારે આજે ભરૂચ જિલ્લામાં પણ પાટીદાર સમાજ તેમજ ખેડૂત સમાજ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં લોકો ધરણા પર બેઠા હતા આજે ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે પાટીદાર સમાજના પાસના કાર્યક્રમો આગેવાનો તેમજ તથા ખેડૂત હિતરક્ષક દળના જિલ્લાના આગેવાનો ધરણા પર બેઠા હતા. રામધૂન સાથે સાથે ખેડૂતોના દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરો નારાઓથી વાતાવરણ લોકોએ ગુંજવી નાંખ્યું હતું. આજે તો આ ધરણાનો કાર્યક્રમમાં પાસના કન્વીનર રાધે પટેલ, તેમના સાથીઓ પાટીદાર આગેવાન જયેશ પટેલ, પણ જોડાયા હતા. જયારે ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માંવસંગ પરમાર યાકૂબ ગુરૂજી ચીમન પટેલ, સહિતના આગેવાનો તેમજ આ ધરણામાં કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી હતી. જેમાં જિલ્લા પ્રમુખ પરિમલ બિહરણા જિલ્લા યુવા પ્રમુખ શેરખાન પઠાણ, જયેશ પટેલ, સુલેમાન પટેલ, રાજેન્દ્રસિંહ રણા, ઈશાક રાજ, યુનુસ પટેલ, દિલાવર પટેલ, મહેબુબભાઈ કાકુજી, ઈરફાન પટેલ, મગન માસ્તર સહિતના આગેવાનોઓ આ ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા.