રાજ્યભરના હિંદુ બિરાદરોએ બુધવારે હોળીનો પર્વ ભારે ધામધૂમથી આસ્થાપૂર્વક ઉજવ્યો હતો. ફાગણ સુદ પૂર્ણિમા હોવાથી મંદિરોમાં ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો મંદિર પરિસરમાં લાઈનમાં લાગી ગયા હતા અને દર્શન કર્યા બાદ અબીલ ગુલાલ અને કેેસુડાના રંગથી હોળી રમી હતી. મોટા મંદિરોમાં ખાસ પ્રકારની પીચકારી બનાવી ભક્તો પર કલરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.