Gujarat

ખેડૂત પર ચાર ભરવાડ યુવકોનો જીવલેણ હુમલો : હોસ્પિટલ ખસેડાયા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સુરતના પાસોદરામાં રહેતા ખેડૂતના ખેતરમાં એક મહિના અગાઉ ઢોર ઘૂસી ગયા હતા. જે બાબતે ખેડૂત અને ઢોરના માલિક વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીની અદાવત રાખી ચાર યુવકોએ ગતરોજ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. ખેડૂતને માથામાં તથા શરીરે તલવારના ઘા મારતા ખેડૂતને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાસોદરા ગામના પટેલ ફળિયામાં રહેતા અમિતકુમાર રમેશભાઇ પટેલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મહિના અગાઉ તેઓ ખેતરમાં હાજર હતા ત્યારે અચાનક જ કેટલાક ઢોર ખેતરમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નુકસાન થયું હતું. જેથી અમીતકુમારે ઢોર ખેતરમાંથી બહાર કાઢ્યા હતા. આ બાબતે અમીતકુમારે ઢોરના માલિકને વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે તે સમયે મામલો શાંત થઇ ગયો હતો. પરંતુ ગતરોજ અમિતકુમાર પોસાદરાથી લસકાણા તરફ આવતા રોડ ઉપર કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન લાખાભાઇ ભરવાડ, સાદુલભાઇ ભરવાડ, કાનાભાઇ ભરવાડ તથા અન્ય એક ઇસમ રહે.તમામ લસકાણા તેમની પાસે આવ્યા હતા. જુના ઝઘડાની અદાવત રાખી સાદુલ ભરવાડે અમીતકુમારને માથાના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો. આ ઉપરાંત લાખા ભરવાડે પાઇપ વડે હુમલો કરી અમિતકુમારને ઢોર માર માર્યો હતો. જેથી અમીતકુમાર લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા હુમલાખોરો અમીતકુમારની સોનાની ચેઇનની પણ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે અમીતકુમારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.