અમદાવાદ, તા.૧
ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવતીકાલે તારીખ ર/૮/ર૦૧૮ને ગુરૂવારે ૬રમા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવશે. જેમાં શહેર સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો, કાઉન્સિલરો તેમજ કાર્યકર્તાઓ સેવાયજ્ઞમાં જોડાશે. આવતીકાલે તા.ર/૮/૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સિવિલ હોસ્પિટલ-સોલા, વી.એસ. હોસ્પિટલ-એલિસબ્રિજ, સિવિલ હોસ્પિટલ-અસારવા, શારદાબેન હોસ્પિટલ-સરસપુર અને એલ.જી. હોસ્પિટલ-મણિનગર ખાતે ફ્રૂટ વિતરણ કરાશે.
Facebook
0
Twitter
0