હું મુસ્લિમ હોવાથી મંત્રી રાવત મને નિશાન બનાવે છે

(એજન્સી) મુંબઈ, તા.૧૮
શિવસેનાની પરિવહન શાખાના વડાએ બુધવારે નવો વિવાદ ઊભો કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો છે કે પરિવહનમંત્રી દીવાકર રાઉતે તેમની સામે અપમાનિત ભરી રીતે વર્તે છે. શિવવાહતુક સેનાના વડા હાઝી આરાફાત શેખે આરોપ મૂક્યો છે કે પરિવહનમંત્રી રાઉતે તેમને મોટેભાગે નિશાન બનાવે છે. તેમણે દાવો કર્યો કે રાઉતે તેમના ટેકેદારોને બાજુએ રાખી નવા ઓટો ટેક્ષી સ્ટેન્ડની મંજૂરી આપતા નથી. પક્ષમાં આ કેવા પ્રકારનો ન્યાય છે ? બાંદ્રામાં પક્ષના એક કાર્યક્રમમાં શેખ જાહેરમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે લોકો ઈચ્છતા હોત તો તેઓ પદ છોડવા તૈયાર છે. આ બનાવે સેનામાં મતભેદો ઊભા કર્યા હતા. વરિષ્ઠ નેતા અનિલ દેસાઈ અને રાજ્ય પ્રધાન અર્જુન ખોટકર મંચ પર હાજર હતા. તેમણે શેખને શાંત થવા સલાહ આપી હતી. સ્વર્ગસ્થ સબીર શેખ શિવસેનાના નેતા હતા. તેમના ભત્રીજા હાજી આરાફત શેખ શિવસેના સાથે કામ કરે છે. તેઓ એમએનએસમાં ગયા હતા. પછી પુનઃ શિવસેનામાં આવી ગયા. તેમને શિવસેનાના વહાતુક સેનાના કન્વીનર બનાવાયા હતા. જે યુનિયનોને ભંગ કરાયા છે. તેના કાર્યક્રમમાં પરિવહન મંત્રી રાઉતે ભાગ લે છે અને ઉદ્ધવ ઠાકરેની સૂચનાઓનો અમલ થતો નથી. રાઉતેએ કહ્યું કે ટેક્ષી સ્ટેન્ડનો મામલો મુંબઈનગર નિગમનો છે તેથી તેઓ કંઈ જ કરી શકે નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks