હું પણ યૌન શોષણનો ભોગ બની ચૂકી છું : પૂનમ મહાજન

(એજન્સી) નવી દિલ્હી, તા.ર
મહારાષ્ટ્રના ભાજપ સાંસદ પૂનમ મહાજને રવિવારે જણાવ્યું કે, તેઓ પણ ભૂતકાળમાં યૌન શોષણનો ભોગ બની ચૂક્યાં છે અને દરેક મહિલાએ આવા પ્રકારના અનુભવનો સામનો કરવો પડે છે. IIM અમદાવાદ ખાતે મહાજને જણાવ્યું કે, કલાસિસ માટે હું વર્લીથી વર્સોવા સુધી ટ્રેનમાં મુસાફરી કરતી હતી. તે સમયે કાર દ્વારા મુસાફરી કરવી મને પરવડે તેમ નહતી. જ્યારે કોઈ વ્યક્તિ મારી સામે અસભ્ય રીતે જોતો હતો ત્યારે મને મારી જાત પર દયા નહોતી આવી. પૃથ્વી પરની દરેક મહિલાએ વિશેષરૂપે ભારતમાં દરેક મહિલાએ આ પરિસ્થિતિનો સામનો કર્યો જ હોય છે. મહાજને કહ્યું કે, જ્યારે તમારું યૌન શોષણ થતું હોય ત્યારે પોતાની જાત પર જ દયા ખાવી એ પ્રતિક્રિયા ન જ હોવી જોઈએ. દરેક ભારતીય મહિલા ઉપર ટીકા-ટિપ્પણી કરવામાં આવી હશે અથવા તેનો અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હશે તેમ મહાજને જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસ્થામાં ‘બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ’ અંગે પૂનમે વાતચીત કરતાં મહિલાઓની સફળતાઓને લઈને ભારતને અમેરિકા કરતાં ઘણું આગળ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, અમેરિકામાં કોઈ મહિલા રાષ્ટ્રપતિ બની નથી જ્યારે આપણા દેશમાં મહિલાઓ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષામંત્રી અને મુખ્યમંત્રી તમામ પદો ધારણ કરી ચૂકી છે. આ લોકોએ ‘ગ્લાસ સીલિંગ’ તોડી છે. એ આપણા પર આધારિત છે કે, આપણે આ પરંપરાને આગળ વધારીએ, આપણે પોતાની જાતને લાચાર દેખાડવાની જરૂરિયાત નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જો કોઈ તમારી છેડતી કરે તો તેને તમાચો મારો અને એ ન વિચારો કે તેણે આવું કેમ કર્યું.
પૂનમ મહાજન યૌન શોષણ કરનારનું નામ જણાવે :NCP
નેશનલ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, ભાજપના સાંસદ પૂજા મહાજન તેમના પર યૌન શોષણ કરનારા વ્યક્તિનું નામ જણાવે. આઈઆઈએમ-અમદાવાદના રેડ બ્રિક સમિટમાં વિદ્યાર્થીને સંબોધતા પૂનમ મહાજને તેમના પર યૌન શોષણ થયા હોવાનું સ્વીકાર્યું હતું. આ મામલે એનસીપી નેતા નવાબ મલિકે જણાવ્યું કે, રાજકારણમાં મહિલાઓ પણ યૌન શોષણનો ભોગ બને છે. ભાજપમાં જોડાયા બાદ તેમની સાથે પણ યૌન શોષણ થયું છે તો તેમની સાથે યૌન શોષણ કરનાર નેતા કે સભ્યનું નામ જણાવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks