મેં આના જેવી કોઈ સરકાર જોઈ નથી, જેણે મીડિયાના મુખમાં જાહેરખબર મૂકીને તેનો અવાજ રૂંધી નાંખ્યો

મોદી સરકાર પર અરૂણ શૌરીનો  પ્રહાર

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩

અટલ બિહારી વાજયેપી સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા અરૂણ શોરીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં એવું કહ્યું કે મોદી સરકારે જેણે મીડિયાના મુખમાં જાહેરખબર મૂકીને તેનો અવાજ રૂંધી નાખ્યો છે. તેમણે કહ્યું કે મેં આની જેવી કોઈ સરકાર જોઈ નથી, જેણે મીડિયાના મુખમાં જાહેરખબર મૂકીને તેનો અવાજ રૂંધી નાખ્યો છે. પત્રકાર શેખર ગુપ્તા દ્વારા આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલતાં શોરીએ કહ્યું કે સરકારે મીડિયાની આઝાદી છીનવી લીધી છે. તેમણે કહ્યું કે દિલ્હીના પત્રકારો મોદી સરકારથી ભયભીત બન્યા છે. આરએસએસ પર બોલતાં તેમણે કહ્યું કે આરએસએસે નીતિ અને સુશાસનની કોઈ લેવાદેવા નથી. કુદરતી આફત પછી તેણે સારૂં કામ કર્યું છે પરંતુ સુસાશનનું કોઈ કામ કર્યું નથી. મોદીની ૫૬ ઈંચની છાતીની ઠેકડી ઉડાવતાં શોરીએ કહ્યું કે આપણે કાશ્મીરીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યાં છે દરેક લિન્ચીંગની ઘટનાના ખીણમાં ઉગ્ર પડઘાં પડી રહ્યા છે. જો તમે ૫૬ ઈંચની છાતીની વાતો કરી રહ્યા હોય તો ચીન તેમાં પંક્ચર પાડી દેવાની તાકાત ધરાવે છે. તેમણે કહ્યું કે આજે મને લાગે છે કે દેશમાં ગૌરક્ષકોનો આતંક વધતો જાય છે. અને મને લાગે છે કે આ વાત પર આંગળી ઉઠાવવી મારી ફરજ છે. દેશમાં ગાયની રક્ષાને નામે શોરી મોદી પર મુસ્લિમોની વ્યાપક હત્યાઓ પર ચૂપ રહેવાનો આક્ષેપ કર્યો. મહાત્મા ગાંધીને ચતુર વાણિયા કહેનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધતાં શોરીએ કહ્યું કે આપણે ગાંધીજીની ચતુર વાણિયા કહીએ છીએ અને સમગ્ર વિશ્વ તે સાંભળી રહ્યું છે. આ પહેલા પણ શોરીએ અનેકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યાં છે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે  આગામી દિવસોમાં સરકાર વધારે પ્રમાણમાં મીડિયાની આઝાદી છીનવી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks