અનુચ્છેદ ૩પ એને રદ કરવાથી જમ્મુ-કાશ્મીરના સંબંધો દેશના બાકીના ભાગ સાથે ખતમ થઈ જશે : કાશ્મીરી IAS અધિકારી શાહ ફૈસલ

(એજન્સી) તા.૬
પોતાનું નિર્ભિક મંતવ્ય રજૂ કરવા માટે જાણીતા આઈએએસ અધિકારી શાહ ફૈસલે કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩પ એને રદ કરવાથી દેશના બાકીના ભાગ સાથે જમ્મુ-કાશ્મીરના સંબંધો ખતમ થઈ જશે. ર૦૧૦ની બેંચમાં યુપીએસસીની પરીક્ષાઓમાં ઉચ્ચતમ સ્તરે રહેનાર શાહ હાલમાં અમેરિકા ખાતે અભ્યાસ કરી રહ્યા છે.
એમણે ટ્‌વીટ કરીને લખ્યું છે, હું અનુચ્છેદ ૩પ-એની સરખામણી નિકાહનામાથી કરીશ જો તમે એનો અંત લાવો છો તો સંબંધો ખતમ થઈ જાય છે. એ પછી ચર્ચા માટે કોઈ મુદ્દો રહેતો નથી. જમ્મુ-કાશ્મીરનો ભારતમાં સમાવેશ બંધારણના અસ્તિત્વમાં આવતા પહેલાં થયું હતું. જે લોકો કહે છે કે, સમાવેશ હજુ પણ અસ્તિત્વમાં છે. એ આ વાત ભૂલી જાય છે કે સમાવેશ ‘રોકા’ની જેમ હતો. કારણ કે તે સમયે બંધારણ લાગુ થયેલ ન હતો. જો નિકાહનામાનો અંત લાવવામાં આવે તો શું એ પછી પણ ‘રોકા’ દ્વારા બે વ્યક્તિઓને બાંધી શકાય છે ? એમણે કહ્યું છે કે જો કે જમ્મુ-કાશ્મીરને બંધારણ દ્વારા વિશેષ દરજ્જો આપવાથી દેશની અખંડતતા અને એકતા માટે કોઈ ખતરો ઊભો થતો નથી. બંધારણમાં જમ્મુ-કાશ્મીર માટે કરાયેલ જોગવાઈ એક વિશેષ છે એનાથી કોઈ ખતરો નથી. આ પહેલાં પણ સરકાર તરફથી શિસ્તભંગના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. દેશમાં વધતા બળાત્કારોના લીધે એમણે દેશને રેપિસ્તાન કહ્યું હતું. જેની સરકારે ગંભીર નોંધ લઈ એમને નોટિસ ફટકારી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks