રાહુલ દ્રવિડ અને પોન્ટિંગ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

દુબઈ, તા.ર
ભારતના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શાનદાર સિદ્ધિઓ માટે તેમને આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંનેની સાથે સંન્યાસ લઈ ચૂકેલી ઈંગ્લેન્ડની મહિલા વિકેટ કિપર બેટસમેન ટેલરને પણ રવિવારે ડબલીનમાં થયેલ સમારોહમાં ‘હોલ ઓફ ફેમ’માં સ્થાન મળ્યું દ્રવિડ આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનાર ફક્ત પાંચમો ભારતીય ક્રિકેટર છે. આ પહેલાં ભારતના પૂર્વ કપ્તાનો બેદી, ગાવસ્કર, કપિલ દેવ અને કુમ્બલે આમા સ્થાન મેળવી ચૂક્યા છે. પોન્ટિંગ આ સિદ્ધિ મેળવનાર ઓસ્ટ્રેલિયાનો રપમો ક્રિકેટર છે. આઈસીસીની યાદીમાં દ્રવિડના હવામાંથી કહેવામાં આવ્યું છે કે આઈસીસી દ્વારા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સ્થાન આપવું ખૂબ જ સન્માનની વાત છે અનેક પેઢીઓની સર્વકાલિન મહાન ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ જોવાનું પોતાની ક્રિકેટ કારકિર્દી દરમ્યાન કોઈ સ્વપ્ન જ જોઈ શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks