ઈડરમાં સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર આકરા પ્રહારો

(સંવાદદાતા દ્વારા) ઈડર,તા.૧૧
ઈડર વિધાનસભાની ચૂંટણીમાં રસાકસી ભરી થતી જાય છે. હિતુ કનોડિયાએ ભાજપમાં ઉમેદવારી નોંધાવેલ છે જેમના પ્રચાર માટે યોગી બાદ સ્મૃતિ ઈરાની ઈડર ખાતે પ્રચાર માટે આવેલા છે અને આમ તો ગુજરાતી ફિલ્મ કલાકાર હોવાના લીધે પબ્લિક ભેગી થઈ જાય છે પરંતુ ઉમેવાર નબળો હોવાનું અને નાટક વેડાના કારણે ચૂંટણી એક તરફી લડાતી હોય એમ લાગે છે.
સ્મૃતિ ઈરાનીએ ગુજરાતી લહેકાથી ભાષણની શરૂઆત કરી હતી પણ રાહુલ બાબા સમજી નહીં શકે એટલે હિન્દી બોલવું પડે છે. જયારે સરદાર ડેમના દરવાજા લગાવવાના હતા ત્યારે આ કોંગ્રેસ સરકારએ વિરોધ કરી દરવાજા, લગાવવા દીધા ન હતા અને એ જ નહેરૂજીએ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદીર બનાવ્યું. ત્યારે વિરોધ કર્યો હતો અને આજે એમની સંતાન અહીં માથું ટેકવે છે. અમેઠીમાં વિકાસ થયો નથી એટલે રાહુલજીને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. હાલ ભાજપ સમજી વિચારી રાજનીતિ લઈને ઈડરના મુસ્લિમ વિસ્તારની મુલાકાત કરતી નથી અને સભા પણ કરતી નથી. આ જ રીતે મુસ્લિમોને રાજનીતિથી અલગ રાખવાનું સમજી વિચારી રાજનીતિ હોય તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks