ઈડરિયા ગઢ પર ઝીંકાતા વિનાશના વજ્રઘાત સામે અવાજ બુલંદ!

(સંવાદદાતા દ્વારા) ઈડર, તા.૧૩
ઈડર તાલુકાની અરવલ્લી નેસ્ત-નાબુદ થવાના કારણે જાગૃત નાગરિકોએ બચાવ અભિયાન છેડ્યું.
ઈડર શહેર પ્રવાસન વિભાગમાં મૂકવા અનેક રજૂઆતો કરવા છતાં મૂકવામાં આવ્યું નથી. તેનું કારણ ગુજરાતની ગીરીમાળાઓ ઈડર તાલુકામાં આવેલી અને ગીરીમાળા ખતમ થવાની અણી ઉપર આવતાં અને તેના ગ્રેનાઈટની લાલસામાં કાયદો વ્યવસ્થા કોરાણે મૂકી એક રાજકીય આગેવાન સમગ્ર ગીરીમાળાઓ પોતાની ગ્રેનાઈટ ફેકટરીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ખડકો તોડવામાં અને ખોદવામાં આવે છે.
અમે “ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો” એવું લોકમૂખે ગવાતું લગ્ન ફટાણું આજે એ જ ઈડરિયો ગઢ તૂટવાના આરે ઊભો છે. ઈડર ગઢ બચાવો આંદોલન સંદર્ભમાં તા.રપ-પ-ર૦૧૭ના રોજ મુખ્યમંત્રી રૂપાણીને આવેદનપત્ર આપેલું. ત્યારબાદ તા.૧ર-૬-૧૭ના રોજ કલેકટરને હિમ્મતનગર અને તા.ર૩-૬-૧૭ સંબંધિત ખાતા જેમ કે વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત, ખાણ ખનીજ વિભાગ આર્કિયોલીજીકલ સર્વે ઓફ ઈન્ડિયા વગેરેને ઈડર ગઢ વિનાશ રોકવા માટે લેખિત પત્રોથી રજૂઆત કરેલી હતી.
ઈડરિયા ગઢનું અસ્તિત્વ બચાવવા વિકાસના નામે તેના પર વિનાશનો વજ્રઘાત થઈ રહ્યો છે. ગ્રેનાઈટની લાલસામાં ખૂબ મોટા પ્રમાણમાં ખડકો તોડવામાં અને ખોદવામાં આવે છે તે માટેના બ્લાસ્ટથી કુદરતી આશ્રય સ્થાનોમાંથી રાની પશુઓ વાઘ, ચિત્તા, દિપડા, નિલગાય બહાર આવવા લાગ્યા છે. જે માનવ વસ્તી સુધી સ્થળાંતર કરી રહ્યાં છે.
ઈડર ગઢના પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. “રૂઠીરાણી”નું માળિયું. પ્રકૃતિ અને ઈતિહાસ એ બધી રીતે ભાવી પેઢી માટે આ સ્થળની જાળવણી અત્યંત આવશ્યક છે. અતિશય ઊંચાઈએ આવેલા આ જગ્યાએ પોલીસ વિભાગનો ટ્રાન્સમિશન ટાવર પણ આવેલો છે.
ઈડર શહેર પ્રવાસન વિભાગ દ્વારા ડેવલોપ કરવાની જગ્યાએ ઈડરમાં આવેલી પ્રાકૃતિક ગીરીમાળાનો નાશ કરવા સરકાર આંખ મિચામણા કરી રહી છે.
આ અગાઉ ઈડર શહેરમાં આવેલી પુરાતન વાવ પણ પૂરી દઈ નામશેષ કરી દેવામાં આવેલ છે. જ્યાં ગુજરાત ટુડેના પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ જ રીતે બારેલા તળાવને લઘુઉદ્યોગના વિકાસના નામે નામશેષ કરી દેવામાં આવેલ છે.
જ્યારે આ ઈડરિયો ગઢ બચાવો અભિયાન ચાલુ છે તેવામાં લોકમુખે એક જ વાત ચર્ચાઈ રહી છે કે જે લોકો રાજકીય આગેવાનો આ ગ્રેનાઈટ વેચવામાં પડ્યા છે. તેવા જ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા રપ વર્ષથી કેટલીય ગીરીમાળા નામશેષ થઈ ગઈ છે. જ્યાં અમિતાભ બચ્ચન તેના આલ્બમના શૂટીંગ માટે આવેલ તે ગીરીમાળા પણ સંપૂર્ણ નામશેષ થઈ ગઈ છે. જેમાં રાજકીય મોટા માથા સામેલ હોઈ ડરના કારણે કોઈ અવાજ ઉઠાવતું ન હતું. હાલ એ આગેવાનનો વિરોધ ઈડર ગઢ બચાવોના નામે કરવામાં આવે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks