જો મુસ્લિમો છ મહિના માટે બીફ ખાવાનું બંધ કરે તો છ મહિનામાં મોદી સરકાર ગબડી પડે

(એજન્સી)                             તા.૧૮

લોકોનું ધ્યાન બીજે વાળવા મોદી સરકારે ખોટા મુદ્દા જેમ કે લવજિહાદ, ઘરવાપસી, બીફ બેન અને ટ્રિપલ તલાક ઊભા કર્યા છે. મુસ્લિમોને લક્ષ્ય બનાવીને જ વિવાદો ઊભા કરાઈ રહ્યા છે. એ વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે કે ઇજીજી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા આગળ વધી છે. જેથી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. બીફનો મુદ્દો જ એ માટે ઊભો કરાયો છે જેથી હિન્દુઓ મુસ્લિમો સાથે નફરત કરે એવું ઠસાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે મુસ્લિમો બીફ ખાય છે અને ગાય હિન્દુઓ માટે પવિત્ર પશુ મનાય છે. પણ એથી વિપરીત ભારતમાં ફકત ૧૪ ટકા જ મુસ્લિમો છે જ્યારે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો ઉપરાંત ખ્રિસ્તીઓ પણ છે જે બીફ ખાય છે. દલિતો અને આદિજાતિના લોકો ચામડાના ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. બીફની નિકાસ કરનારાઓ ૯૯ ટકા હિન્દુઓ જ છે. જો મુસ્લિમો ૬ મહિના માટે બીફ ખાવાનું બંધ કરી દે તો દેશની મોદી સરકાર અને સાથીઓ અને કહેવાતા રાષ્ટ્રવાદીઓ એની અસરો જોઈ શકશે. મુસ્લિમો તો એનો વિકલ્પ શોધી લેશે. જેમ કે માંસ, ચીકન અને માછલી. એ પોતાની આર્થિક સ્થિતિ ઘેટાં અને પોલ્ટ્રી ફાર્મ દ્વારા પણ મજબૂત બનાવી શકે છે એવા કિસ્સાઓમાં કોમવાદી તત્ત્વો ઘેટા, મરઘાં અથવા માછલીને તો પોતાના માતા-પિતા નહીં કહી શકશે ? ખૂબ જ મહત્ત્વની વાત છે કે, બીફના નિકાસકારો હિન્દુઓ છે પણ એમણે પોતાની કંપનીઓના નામો મુસ્લિમોના નામ ઉપરથી રાખ્યા છે જેમ કે અલકબીર, અલ-હમદ વિગેરે જેથી એ હિન્દુઓની આલોચનાઓથી બચી શકે. ભારતનો ચામડા ઉદ્યોગ બિલિયન ડોલરનો છે. ગાયના હાડકાઓ, ભેંસ અને બળદના હાડકાઓ દવાઓમાં પણ વપરાય છે. આ ઉદ્યોગ સાથે રર લાખ લોકો જોડાયેલ છે અને બીફ ઉદ્યોગ સાથે ૪૦ લાખ લોકો જોડાયેલ છે જેમાંથી મોટાભાગના હિન્દુઓ જ છે. ચામડાના ઉદ્યોગ માટે ભારત બીજા ક્રમે છે. જો બીફની કતલ બંધ કરવામાં આવે તો દેશના અર્થતંત્રને ૩૦ બિલિયન ડોલરનું નુકસાન થાય અને ૬૦-૭૦ લાખ લોકો બેરોજગાર થાય જે દેશના અર્થતંત્ર ઉપર અવળી અસર કરે. ખેડૂતો સૌથી વધુ અસર પામશે. પહેલેથી જ હજારો ખેડૂતોએ દેવું થવાથી આત્મહત્યા કરી છે. એ પોતે જ ભૂખ્યા રહેશે તો એ પરિસ્થિતિઓમાં બિનઉપયોગી ગાય, બળદ, ભેંસોનું શું કરશે. એક પશુ માટે રોજના ૧૦૦ રૂપિયા જોઈએ છે. આનો અર્થ એ કે ૩૬પ૦૦૦ રૂપિયા વાર્ષિક બોજો ખેડૂતો ઉપર આવી પડે ? પહેલેથી જ ખેડૂતોએ એક અથવા બે નહીં પણ પ૩ લાખ ગાયોને રોડ ઉપર રખડવા છોડી મૂકી છે જેથી એમના બોજાથી મુકત થઈ શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks