(એજન્સી) તા.૧૩
નરેન્દ્ર મોદી સરકારે સત્તા પર બે વર્ષ સમાપ્ત કર્યા ત્યારે એવી જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી કે મોદી સરકારે વર્ષો જૂના પુરાણા ૧૧૫૯ કાયદાઓ રદ કર્યા છે. આમાંના ડઝન જેટલા કાયદાઓ સંસ્થાનવાદી યુગના હતા. જો કે કેન્દ્રએ આઇપીસીની કલમ-૩૭૭ જેવા કેટલાક કાયદા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ ઘણા બીજા કાયદાઓ ગયા છે પરંતુ આપણા ભારતમાં પ્રત્યેક રુપેરી કિનાર કાળા ડિબાંગ વાદળો સાથે આવે છે. તાજેતરમાં વહીવટી અને ન્યાયતંત્રની પાંખે કેટલાક નવા કાયદાઓનો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે જેની દેશમાં અપરાધ અને સજાના ખ્યાલ પર નિર્ણાયક અસર પડશે. અમે અત્રે ચાર એવા અપરાધો રજૂ કરીએ છીએ કે જેની સામે ભવિષ્યમાં વધુ કડક સજા થઇ શકશે. જો આ કાયદાઓ અમલમાં આવશે તો.
ગૌહત્યા
સમકાલીન ભારતમાં ગાયને જેટલું કાનૂની રક્ષણ મળી રહ્યું છે એટલું ભાગ્યે જ કોઇને મળતંુ હશે.રાજકારણીઓ તો વાઘના સ્થાને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માગણી કરી રહ્યા છે. ગાયનું ગોબર અને ગૌમૂત્રમાં ચમત્કારિક ગુણધર્મો જે વૃદ્ધાવસ્થાથી લઇને રેડિયો એક્ટિવિટી અટકાવી શકે છે. ગુજરાતમાં ગૌહત્યાને આજીવન કેદની સજા થઇ શકે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતભરમાં કતલ માટે પશુઓના વેચાણ અને ખરીદી પ્રતિબંધ મૂકીને બીફની વપરાશ અને વ્યાપાર પર પરોક્ષ પ્રતિબંધ મૂક્યો છે. હૈદરાબાદ હાઇકોર્ટના જજે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને ગૌહત્યા બિનજામીનપાત્ર અપરાધ બનાવવા જણાવ્યું છે. ગાય એ માતાનો વિકલ્પ છે જે ઇશ્વરના વિકલ્પ સમાન છે.
ગંગા નદીને નુકસાન પહોંચાડવું
અપરાધોની યાદીમાં ભારતના પવિત્ર પશુ અને નદીને નુકસાન પહોંચાડવું એ લૂટફાટ, છેતરપિંડી, ગંભીર ઇજા અને સદોષ મનુષ્યવધ કરવાના પ્રયાસની સમકક્ષ અપરાધ છે. આ બધા અપરાધો તમને સાત વર્ષ સુધી જેલમાં ધકેલી શકે છે. એ જ રીતે પવિત્ર નદી ગંગાને પ્રદૂષિત અને મેલી કરવાના અપરાધ બદલ રૂા.૧૦૦ કરોડ સુધીની પેનલ્ટી થઇ શકે છે. ઉત્તરાખંડ હાઇકોર્ટે તાજેતરમાં નદીને જીવંત અસ્તિત્વનો દરજ્જો આપવા જણાવ્યું છે.
ચૂંટણી પંચની અવમાનના
દેશમાં સર્વોચ્ચ લોકતાંત્રિક ધોરણોનું જતન કરવાની જેની કામગીરી છે એવા ભારતના ચૂંટણી પંચે પોતાની અવમાનનાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે અધિકાર અને સત્તા આપવાની માગણી કરી છે. કાયદા મંત્રાલયને લખેલા એક પત્રમાં ચૂંટણી પંચે પોતાની સત્તા પ્રત્યે અવિવેક દાખવનાર કોઇપણ વ્યક્તિને સજા કરવાની સત્તા પોતાને આપવા માટે કન્ટેમ્ટ ઓફ કોર્ટે એક્ટ ૧૯૭૧માં સુધારો કરવાની માગણી કરી છે.
રાષ્ટ્રદ્રોહ
ભારતના બ્રિટીશ ભૂતકાળના અવશેષ સમાન રાષ્ટ્રદ્રોહનો કાયદો દાયકાઓ પૂર્વે પાસ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે તે સૌથી વધુ લોકપ્રિય છે. સત્તાધીશો વિરુદ્ધ સૂત્રો પોકારનાર કોલેજ વિદ્યાર્થીઓથી લઇને રાષ્ટ્રગીત વખતે ઊભા નહીં થનાર નાગરિકો સુધી કોઇપણ સામે અસંખ્ય કારણોસર રાષ્ટ્રદ્રોહના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય છે. ભારતમાં વિરોધી અવાજને દબાવી દેવા રાષ્ટ્રદ્રોહના કાયદાનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે છે.
દેશમાં ૨૦૦૫થી અત્યાર સુધીમાં ૫૧ જેટલા આઇટીઆઇ કાર્યકરોની હત્યા થઇ છે. કેન્દ્રીય પ્રધાન એન વેંકૈયા નાયડુએ એવો નિર્દેશ આપ્યો હતો કે આઝાદીના સૂત્રોચ્ચારને પણ કાનૂની પંચની સમીક્ષા બાદ કડક રાષ્ટ્રદ્રોહ કાયદાના દાયરામાં આવી શકે છે.