(એજન્સી) રાંચી, તા.ર૭
રોજી-રોટી અભિયાન કાર્યક્રમ હેઠળ ઝારખંડની રાજધાની રાંચી પહેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વનેતા કનૈયાકુમારે રવિવારે રાંચીમાં છઠ્ઠો નેશનલ કન્વેશન ઓન ધ રાઈટ ટુ ફૂડ અને વર્ક કાર્યક્રમના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમો નિશાન તાકીને ઉગ્ર પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો દેશની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં મૂલવવાની જરૂર છે કે જેમાં સરકાર સામે બોલનારા લોકોને જેલમાં મોકલવામાં આવે છે. જેએનયુ કેમપ્સ પર કાશ્મીર પરના એક ઈવેન્ટ બાદ દિલ્હી પોલીસ દ્વારા ફેબ્રુઆરીમાં જેમની સામે દેશદ્રોહના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો એવા કનૈયા કુમારે ઉરી ખાતે લશ્કરી છાવણી સામે યુદ્ધ છેડવા માટે જે બૂમરાડા મચી રહી છે તેનો ઉલ્લેખ કરીને કનૈયાકુમારે જણાવ્યું હતું યુદ્ધ કરવું હોય તો ગરીબી અને બેરોજગારી સામે યુદ્ધ કરો, પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની જરૂર નથી. જે દિવસે આપણે રોટી અને બેરોજગારી સામેનો જંગ જીતી જઈશું એ દિવસથી આપણે કોઈની સામે જંગ છેડવાની જરૂર નહીં રહે. મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો ઉલ્લેખ કરીને કનૈયાકુમારે જણાવ્યું હતું કે ‘મન કી બાત’ કરતા ‘સબ કી બાત’ વધુ મહત્ત્વની છે.
વિદ્યાર્થી નેતા કનૈયાકુમારે જણાવ્યું હતું કે દેશમાં વ્યાપક ભૂખમરો છે તે બતાવે છે કે શ્રમના ફળ હજુ સુધી શ્રમિક વર્ગ સુધી પહોંચ્યા નથી. જેઓ જેઓ અવાજ ઉઠાવે છે. તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો તેઓ દલિતના મુદ્દા ઉઠાવે છે તો તેમને દેશદ્રોહી કહેવામાં આવે છે. જો તેઓ મહિલાના મુદ્દાઓ મુદ્દાઓ ઉઠાવે છે તો તેઓ નકસલવાદીઓ છે એવું કહેવામાં આવે છે. જો તેઓ કામદારો માટે અવાજ ઉઠાવે છે તો તેઓને પાકિસ્તાની સમર્થકો ગણવામાં આવે છે. ‘જેલ આપકી હૈ’ લેકિન સમજ હમારી હૈ એવું તેમણે ઉમેર્યું હતું.
યુએન ડેટાનો ઉલ્લેખ કરીને કનૈયા કુમારે ઉમેર્યું હતું કે પાંચ ગામની વસતી જેટલા લોકો ભારતમં દરરોજ ભૂખમરાના કારણે મૃતયુ પામે છે. ફરીથી વડાપ્રધાન સામે નિશામ તાકતા તેમણે જણાવ્યું હતું કે તેમ છતાં મોદી બુલેટ ટ્રેન જેવી વાતો કરે છે. નિર્દોષ નાગરિકોને પેલેટ ગન્સથી મારી નાખવામાં આવી રહ્યા છે. જબ આપ ગોલી કી બાત કરતે હૈ, હમ રોટી કી બાત કરે હૈ. કનૈયાકુમારે દમનનો ભોગ બનેલા પીડિતો વચ્ચે એકતાની જરૂર છે એવું જણાવીને તેમણે કહ્યું હતું કે આદિવાસીઓ કો પીટા જા રહા હૈ, …વાસીઓ કે પીટા જા રહા હૈ, પત્રકારો કો પીટા જા રહા હૈ, અને તેથી તેમનામાં એકતાની જરૂર છે.
આ કાર્યક્રમમાં રોજી રોટી અભિયાનના યુવા સભ્યોએ ભાગ લીધો હતો અને એકશન પ્લાન અને ઠરાવ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કનૈયાકુમાર ઉપરાંત વિસ્થાપન વિરોધી જનસંગઠનના દામોદર તુરી, ગ્રામ સ્વરાજ મઝદૂર સંઘના શ્યામા સિંહ, કશ્મીરી વિદ્યાર્થી હફસ સૈયદ, દલિત લેખક અને વિચારક ભંવર મેઘવંશી સહિત અનેક યુવાનોએ સંબોધન કર્યું હતું.